સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ખાસ સ્થાન પ્રાપ્ત છે. કહેવાય છે કે શુક્રવારના દિવસે વિધિ પૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તો પર ખૂબ કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીના મહેરબાન થવા પર જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.
શાસ્ત્રોમાં વરલક્ષ્મી વરદાન આપનાર માનવામાં આવે છે. જાણો વરલક્ષ્મીના વ્રતનું મહત્વ અને ઉપાયો વિશે.
કેમ રાખવામાં આવે છે વરલક્ષ્મી વ્રત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વરલક્ષ્મી માતા લક્ષ્મીનું જ એક રૂપ છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ વ્યક્તિના જીવનમાં દરિદ્રતાનો નાશ થાય છે. ધનની દેવી ભક્તોના દરેક કષ્ટ દૂર કરે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.
વર લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ કામ
કરો કોડીના ઉપાય
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોડિઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ખાસ કરીને પીળી કોડીઓ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. આ દિવસે વરલક્ષ્મીની પૂજા કર્યા બાદ 11 કોડિઓને પીળા રંગના કપડામાં બાંધી દો અને ઉત્તર દિશામાં સ્થાપિત કરો. તેનાથી ધન લાભના યોગ બને છે.
માતા લક્ષ્મીને પ્રિય છે આ વસ્તુઓ
માન્યતા છે કે વરલક્ષ્મી વ્રતના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં નારિયેળ જરૂર લગાવો. કહેવાય છે કે નારિયેળ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. તેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર બની રહે છે.
શંખના કરો આ ઉપાય
કહેવાય છે કે માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખ ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે શંખમાં ધનની દેવીનો વાસ હોય છે. સમુદ્ર મંથન વખત ઉત્પન્ન થતા 14 રત્નોમાં એક શંખ પણ છે. એવું માનવામાં આવે છે કે વરલક્ષ્મી વ્રતના દિવસે ઘરમાં શંખ લગાવવાથી વ્યક્તિને ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે.
માતા લક્ષ્મીને પ્રિય છે આ છોડ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પારિજાત અથવા હરસિંગારના ફૂલોને માતા લક્ષ્મીનું પ્રિય માનવામાં આવે છે. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તેને ઘરમાં જરૂર લગાવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)