બહેન અને ભાઈને સમર્પિત રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી લાંબી ઉંમરની મનોકામના કરે છે અને ભાઈ એમને સુરક્ષાનું વચન આપે છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિના દિવસે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે. સાથે જ કેટલીક શુભ વસ્તુ પણ ઘરે લાવી શકાય છે. એવું કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી અને માતા લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિ અને ધન-સંપદાની પ્રાપ્તિ થાય છે.
આ વર્ષે રક્ષાબંધનનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. આવી રીતે શંખ ચઢાવવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. આ કારણે દક્ષિણાવર્તી શંખને મા લક્ષ્મીનો નાનો ભાઈ માનવામાં આવે છે.
રક્ષાબંધન પર બે શંખ ઘરે લાવો
શાસ્ત્રો અનુસાર ઘરમાં હંમેશા બે શંખ રાખવા જોઈએ. આવી સ્થિતિમાં રક્ષાબંધનમાં એક કે બે દક્ષિણાવર્તી શંખ અવશ્ય લેવો જોઈએ. એક શંખનો ઉપયોગ પૂજા માટે અને બીજો ફૂંકવા માટે કરવો જોઈએ.
ઘરમાં શંખ કેવી રીતે રાખશો?
એવું માનવામાં આવે છે કે તમે પૂજા માટે જે શંખનો ઉપયોગ કરી રહ્યા છો. તેને ક્યારેય જમીન પર ન રાખવું જોઈએ. પૂજા ઘરને હંમેશા લાલ કે સફેદ કપડામાં લપેટીને રાખવું જોઈએ, જેથી કોઈ બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે.
શંખની નિયમિત પૂજા કરો
રક્ષાબંધન પર ઘરે લાવેલા શંખની નિયમિત પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તમે ઈચ્છો તો પૂજા કરનારના શંખમાં પાણી ભરી રાખી શકો છો.
ઘરમાં શંખ રાખતી વખતે તેની દિશાનું ધ્યાન રાખવું. ભગવાન શિવની પાસે ક્યારેય શંખ ન રાખવો. ભગવાન વિષ્ણુ, લક્ષ્મીજી અથવા લાડુ ગોપાલની જમણી બાજુ હંમેશા શંખ રાખો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)