હિન્દુ ધર્મમાં દરેક વારના કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે. આ દિવસે જો તે દેવનું સ્મરણ અને પૂજા કરવામાં આવે તો તેનું 4 ગણુ વધુ ફળ તમને પ્રાપ્ત થાય છે. આજે શનિવારે શનિદેવની ઉપાસના કરવાનું મહાત્મય છે. શનિદેવની સાથે આજના દિવસે હનુમાનજીની પણ ઉપાસના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમે અહીં એવા 5 ઉપાયો દર્શાવવા જઇ રહ્યા છે જે તમારે દર શનિવારે અચૂક ટ્રાય કરવા જોઈએ.
- શનિવારે પીપળાના 11 આખા પાંદડા લો અને તેની માળા બનાવો. શનિ મંદિરમાં જઈને શનિદેવને આ માળા અર્પણ કરો. માળા અર્પણ કરતી વખતે ‘ઓમ શ્રી હ્રીં શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને અવરોધોથી મુક્તિ મળે છે.
- શનિવારે પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરતી વખતે સૂતરના દોરાને સાત વાર વીંટાળવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે.
- વિવાહિત જીવનને સુખી બનાવવા માટે શનિવારે પીપળના ઝાડ પાસે થોડા કાળા તલ લઈને અર્પણ કરવા જોઈએ. આ પછી, મૂળને પાણી અર્પણ કરવું જોઈએ.
- શનિવારના દિવસે ‘શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરતી વખતે એક કાળો કોલસો લઈને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સફળતા મળે છે અને આવક વધે છે.
- શનિવારે એક ગ્લાસ પાણી લો અને તેમાં થોડી ખાંડ નાખો. આ પાણીને પીપળના ઝાડના જળમાં અર્પિત કરો. આ સાથે ‘ઓમ ઐં હ્રીં શ્રી શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)