fbpx
Thursday, December 26, 2024

ચાતુર્માસમાં ડુંગળી-લસણ શા માટે વર્જિત છે? જાણો શું છે આ પાછળનું રહસ્ય

હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસનું ઘણું મહત્વ છે. આ ચાતુર્માસ દેવશયની એકદાશીથી શરુ થાય છે અને દેવઉઠની એકદાશી પર ખતમ થશે. આ દરમિયાન કેટલાક કર્યો કરવું વર્જિત છે. એમાં શુભ અને માંગલિક કાર્યો પણ સામેલ છે. આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ ચારની જગ્યાએ પાંચ મહિનાનો છે.

હિન્દુ ધર્મમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો ખુબ શુભ માનવામાં આવે છે.

આ ચાર મહિનાને મિલાવીને ચાતુર્માસનો યોગ બની રહ્યો છે. આ વર્ષે અધિક માસ હોવાથી પાંચ મહિના થઇ ગયા છે. આ દરમિયાન શુભ કાર્યો ઉપરાંત ડુંગળી અને લસણ ખાવાની મનાઈ છે. આ પાછળ પણ મોટું ધાર્મિક મહત્વ છે.

સમુદ્ર મંથન સાથે સંકળાયેલું રહસ્ય

સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતનું પાત્ર મેળવવા માટે વિવાદ થયો, ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને અમૃત વહેંચવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ દેવતાઓને અમૃત અર્પણ કરવામાં આવ્યું હતું. દેવતાઓની પંક્તિમાં એક રાક્ષસ દેવતાના રૂપમાં આવ્યો હતો. સૂર્યદેવ અને ચંદ્રદેવ આ રાક્ષસને ઓળખી ગયા. તેમણે ભગવાન વિષ્ણુને સત્ય કહ્યું, ભગવાન વિષ્ણુએ તેમના ચક્રથી રાક્ષસનું માથું કાપી નાખ્યું.

ડુંગળી અને લસણની ઉત્પત્તિનું રહસ્ય શું છે?

જમીન પર પડતા પહેલા રાક્ષસના મુખમાંથી અમૃતના કેટલાક ટીપા જમીન પર પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાક્ષસના શિરચ્છેદમાંથી લોહી અને અમૃતના ટીપાંમાંથી થઈ હતી. ભગવાન વિષ્ણુ દ્વારા માર્યા ગયેલા રાક્ષસનું માથું રાહુ તરીકે ઓળખાય છે અને શરીર કેતુ તરીકે ઓળખાય છે. ડુંગળી અને લસણ રાક્ષસના ભાગમાંથી ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે. આ કારણે, તે ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં લેવાતા નથી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles