હિન્દુ ધર્મમાં શનિ દેવને ધર્મરાજ અને ન્યાયના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. સપ્તાહના સાત દિવસમાંથી શનિદેવને શનિવારનો દિવસ સમર્પિત છે. શનિવારે કરવામાં આવેલા કેટલાક ઉપાયથી શનિદોષથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં શનિદેવની પૂજાનો યોગ્ય સમય જણાવવામાં આવ્યો છે. આ સમયે શનિદેવની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
આ સમયે કરો શનિદેવની પૂજા
સૂર્ય આથમિયા બાદ શનિની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. સાંજે શનિદેવની પૂજા પાછળ ખુબ ખાસ કારણ છે. શનિ અને સૂર્ય વચ્ચે શત્રુતા છે. સૂર્યોદયના સમયે સૂર્યના કિરણો શનિ પર પડે છે. એવામાં આ દરમિયાન શનિદેવ પૂજા સ્વીકારતા નથી.
શનિદેવ પૂજાના નિયમો
શનિદેવની પૂજા કરતી વખતે તમારું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.
શનિદેવની પૂજા કરતી વખતે લાલ રંગના કપડા પહેરવાનું ટાળો. તમે બ્લુ અને કાળા જેવા રંગો શનિદેવને પસંદ છે તેને પહેરી શકો છો.
શનિદેવની પૂજા કરતી વખતે તેમની આંખોમાં ન જોવું.
શનિદેવના ઉપાયો
શનિદેવને પ્રસન્ન કરવા માટે આખા અડદ, લોખંડ, તેલ, તલ, પોખરાજ રત્ન, કાળા વસ્ત્રો વગેરે. આનાથી સાધેસતી અને ધૈયાના અશુભ પ્રભાવનો નાશ થાય છે.
જીવનમાં શાંતિ, સિદ્ધિ અને સમૃદ્ધિ માટે શુભ શનિ યંત્રની પૂજા કરો.
શનિદોષની આડ અસરથી બચવા માટે 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક છે. વિધિ વિધાનથી પહેરો. સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરતી વખતે ઓમ હૂં નમઃ મંત્રનો જાપ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)