હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત વખતે નારિયેળ વધેરવાનો રિવાજ છે. મોટાભાગે નારિયેળનો ઉપયોગ પૂજા માટે કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર આ નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો માને છે કે ખરાબ નારિયેળ કોઈ અપ્રિય ઘટનાનો સંકેત છે, જે જીવનમાં આવનાર સંકટનો સંકેત આપે છે.
જોકે, શાસ્ત્રોના જાણકારોનો આનાથી અલગ મત છે.
શાસ્ત્રોના નિષ્ણાતો કહે છે કે જો પૂજામાં ચઢાવેલું નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ છે અને ભગવાને પ્રસાદ સ્વીકાર્યો છે.
ખરાબ નારિયેળ એ શુભ સંકેત છે: નિષ્ણાંતોનું કહેવું છે કે જો પૂજામાં ચઢાવવામાં આવેલું નારિયેળ અંદરથી ખરાબ હોય તો તે ભગવાન તરફથી શુભ સંકેત છે. પૂજાનું બગડેલું નારિયેળ પરિવારમાં જલ્દી શુભ પરિણામ લઇને આવે છે, જેના કારણે પરિવારના સભ્યો પર સકારાત્મક અસર જોવા મળે છે અને તેમના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.
નાળિયેર કેમ ચઢાવવામાં આવે છે?: વડીલો કહે છે કે પહેલાના જમાનામાં પૂજા દરમિયાન બલિ ચડાવવામાં આવતી હતી. એટલા માટે શંકરાચાર્યએ બલિની પ્રથા તોડવા માટે નારિયેળ વધેરવાનો રિવાજ શરૂ કર્યો અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
વડીલોના મતે, બલિ પ્રથા એક અમાનવીય પરંપરા હતી જેમાં પ્રાણીઓની બલિ ચડાવવામાં આવતી હતી. તેમની જગ્યાએ ભગવાનને પ્રસન્ન કરવા માટે નાળિયેર વધેરવાની પરંપરા શરૂ થઈ.
નાળિયેર વધેરવાનો અર્થ શું છે?: તમે મોટાભાગની પૂજામાં લોકોને નારિયેળ વધેરતા જોયા હશે. શાસ્ત્રોના નિષ્ણાતો કહે છે કે જ્યારે આપણે નાળિયેર વધેરીને ભગવાનને અર્પણ કરીએ છીએ તો તેનો અર્થ એ છે કે આપણે આપણા આંતરિક અહંકાર અને સ્વાર્થને ભગવાનની સામે મૂકી રહ્યા છીએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)