જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની માનવ જીવન પર ખૂબ જ અસર પડતી હોય છે. તેમાં પણ નવ ગ્રહોમાંથી શનિદેવની વાત આવે ત્યારે લોકોના મનમાં સનસનાટી મચી જાતી હોય છે. કારણ કે કુંડળીમાં તેની સાથે જોડાયેલા દોષને કારણે વ્યક્તિને અનેક પ્રકારની યાતનાનો સામનો કરવાની નોબત આવતી હોય છે.
હિન્દુ ધર્મમાં શનિ ગ્રહને ન્યાયના દેવતા અને કર્મના દંડ દેનાર તરીકે પૂજવામાં આવે છે. રાજા હોય કે રંક હોય શનિદેવની સાડાસાતી તેમના પર જરૂર આવતી હોય છે. ત્યારે આજે શનિદેવના સાડાસાતીની પરેશાની દૂર કરવાના ઉપાયો વિશે જાણીએ!
બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ વ્યક્તિને જીવનમાં અને જન્મકુંડળીમાં શનિ સંબંધી કોઈ સમસ્યા ઉદભવે છે. ત્યારે તેને આર્થિક, માનસિક અને શારીરિક એમ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને તે અઢી અને સાડા સાત વર્ષ સુધી ભોગવવી પડતી હોય છે. આ અધોગતિ ત્રણ તબક્કામાં આવતી હોવાનું પણ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે. જેમાં પ્રથમ જમીન, મકાન કે મિલકત સંબંધી સમસ્યા જાગે છે. તો બીજો તબક્કો વધુ પીડાદાયક માનવામાં આવે છે અને તેમાં પૈસાની તંગી જોવા મળે છે તથા વગર કારણે વાદવિવાદ પણ ઉદભવે છે. એમ ત્રણ તબક્કા હોય છે. આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા આટલું કરો.
- દર શનિવારે શનિ ચાલીસાના પાઠ કરવા જોઈએ.
- નજીકના શનિ મંદિરમાં સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો કરવો તથા લોખંડ, તેલ, કાળું કપડું અળદનું દાન કરવું.
- શનિનીના કોપથી બચવા માટે સાતમુખી રુદ્રાક્ષ નિયમો અને નિયમો અનુસાર ધારણ કરવા.
- શનિવારે પીપળના ઝાડને જળ અર્પણ કરો અને સાંજે ઝાડ નીચે દીવો કરવો જોઈએ.
- હનુમાન ચાલીસાનો પાઠ કરો. તથા શનિવારના દિવસે દારૂ, માંસ, માછલી સેવન ન કરવું.
- શનિદેવને પ્રસન્ન કરવા માટે સૂર્યદેવને દરરોજ જળ અર્પણ કરવું
- વૃદ્ધ, ગરીબ, મજૂર અને લાચાર વ્યક્તિને મદદ કરવી તથા કીડીઓ અને માછલીઓને લોટ આપવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)