શનિ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. શનિ જેને જ્યોતિષની દુનિયામાં ન્યાયના સ્વામી કહેવામાં આવે છે. શનિ હવે પોતાની ચાલ બદલવાની તૈયારી કરી રહ્યાં છે અને આ પરિવર્તન કેટલીક ભાગ્યશાળી રાશિઓ માટે ખુશ ખબર લાવશે. શનિ 4 નવેમ્બર 2023ના રોજ માર્ગી થઇ જશે. જાણો શનિ માર્ગી થવાથી કઇ રાશિઓને લાભ થશે.
વૃષભ રાશિ:
શનિની સીધી ચાલ ચાલવાથી વૃષભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. તે જે પણ પ્રયાસ કરશે, તેમાં તેમને સફળતા મળશે. વેપારમાં ખૂબ જ મહેનત આખરે રંગ લાવશે. જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવશે. ઘરમાં શાંતિનો માહોલ રહેશે. શનિનું માર્ગી થવું નોકરીના અવસરોના રસ્તા પણ ખોલી શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
કર્ક રાશિ:
કર્ક રાશિના જાતકો માટે શનિ માર્ગી એક શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન મિત્રો અને પરિવારનો અતૂટ સહયોગ મળશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે અને નોકરીના નવા અવસર પણ મળશે. કર્ક રાશિના જાતકોને શાંતિ અને ખુશીનો અનુભવ થશે અને તેમની મહેનત સફળ થશે.
કન્યા રાશિ:
કન્યા રાશિના જાતકો માટે શનિ માર્ગી સારા દિવસોની શરૂઆતનું પ્રતીક છે. કાર્યસ્થળ પર સીનિયર્સનો સહયોગ વધુ મળશે. પ્રોફેશનલ સેક્ટરમાં સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે, તેનાથી આત્મવિશ્વાસ વધી રહ્યો છે.
કન્યા રાશિના જાતકો માટે આર્થિક સુધારના પણ યોગ છે. વેપારીઓનો લાભ થશે. જો તમે નોકરી શોધી રહ્યાં છો તો આ જ સમય છે જ્યારે તમારી શોધ સફળ થઇ શકે છે. તમારા પરિવારમાં શાંતિની અપેક્ષા કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)