હિન્દુ ધર્મમાં ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના રોજ દેશભરમાં હર્ષોઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની શરૂઆત થઇ જાય છે. આ પર્વનો જશ્ન 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર ઢોલ-નગારા સાથે ગણેશજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. એની સાથે જ વિધિ-વિધાનથી દરેક દિવસ પૂજા અર્ચના થાય છે.
10 દિવસ સુધી ધૂમ ધામથી ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને અંનત ચતુર્દશીના દિવસે ગણેશજીને વિદા કરવામાં આવે છે. ચાલો જાણીએ છે કે આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…
ક્યારે છે ગણેશ ચતુર્થી અને વિસર્જન
વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે ભાદરવો શુક્લ પક્ષની ચતુર્થીની શરૂઆત 18 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યાને 9 વાગ્યે શરુ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યાને 13 મિનિટ પર સમાપ્ત થશે, માટે ઉદયતિથી પ્રમાણે 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી ઉજવાશે. ત્યારે દસ દિવસ પછી અનંત ચૌદસ એટલે 28 સપ્ટેમ્બરના રોજ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
ગણેશ સ્થાપન માટે શુભ મુહૂર્ત
ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી શુભ ફળ મળે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેથી, તમારે પણ ગણેશની સ્થાપના કરતી વખતે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવાનું શુભ મુહૂર્ત 19 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11.07 વાગ્યાથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બરે બપોરે 1:34 વાગ્યા સુધી ચાલશે. આ શુભ સમયે તમે તમારા ઘરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત પણ કરી શકો છો.
ગણેશ ચતુર્થીનું મહત્વ
ગણેશજીને બુદ્ધિ અને વિવેકના દેવતા માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે દરેક ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ સુધી તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. આવા ઘરોમાં ભગવાન ગણેશની કૃપા હંમેશા બની રહે છે અને વ્યક્તિના જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે. તેની સાથે જ સુખ, સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ થાય છે.
ગણેશ ચતુર્થી પૂજા-વિધિ
ગણેશ ચતુર્થીના દિવસે સૌ પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઘરના મંદિરને બરાબર સાફ કરો. ચોકી પર લાલ અથવા પીળું કપડું ફેલાવો. હવે ગણેશજીને ત્યાં સ્થાપિત કરો, પરંતુ ધ્યાન રાખો કે તેમનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. આ પછી ભગવાન ગણેશને દુર્વા, ગંગાજળ, હળદર, ચંદન, ગુલાબ, સિંદૂર, મોલી, જનોઈ, ફળ, ફૂલ, માળા, અક્ષત અને મોદક અર્પણ કરો. ગણેશજીની આરતીની સાથે સાથે મા પાર્વતી, શિવજી અને તમામ દેવતાઓની આરતી કરો. ગણેશજીને મોદક ચઢાવો અને ફરીથી ભગવાનની આરતી કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)