fbpx
Thursday, January 9, 2025

અજા એકાદશી ક્યારે છે? જાણો પૂજા મુહૂર્ત અને પારણાનો સમય

અજા એકાદશીનું વ્રત દર વર્ષે શ્રાવણ કૃષ્ણ પક્ષની એકદાશી પર રાખવામાં આવે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને એને અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે. આ વ્રતમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરે છે. આ વર્ષે અજા એકાદશીના દિવસે રવિ પુષ્ય સહીત 2 શુભ યોગ બની રહ્યા છે.

અજા એકાદશી વ્રતની તારીખ અને સમય શું છે?

પંચાંગ અનુસાર, આ વર્ષે અજા એકાદશી વ્રત 9 સપ્ટેમ્બર શનિવારના રોજ સાંજે 07.17 વાગ્યે શરૂ થઈ રહી છે અને આ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ રાત્રે 09.28 વાગ્યા સુધી રહેશે.

અજા એકાદશીનું વ્રત ક્યારે કરવામાં આવશે?

ઉદયતિથિને ધ્યાનમાં રાખીને અજા એકાદશીનું વ્રત 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ રાખવામાં આવશે. તે દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવશે અને અજા એકાદશી વ્રત કથા સાંભળવામાં આવશે.

અજા એકાદશી 2023 પૂજા મુહૂર્ત ક્યારે છે?

અજા એકાદશી વ્રતની પૂજાનું મુહૂર્ત સવારે 07:37 થી શરૂ થાય છે. જે લોકો આ દિવસે વ્રત રાખશે તેઓ સવારે 07:37 થી બપોરે 12:18 વચ્ચે કોઈપણ સમયે અજા એકાદશીની પૂજા કરી શકે છે. આ સમયે લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 09:11 થી 10:44 સુધી અને અમૃત-સર્વોત્તમ મુહૂર્ત સવારે 10:44 થી 12:18 સુધી છે.

અજા એકાદશી 2023 રવિ પુષ્ય સહિત 2 શુભ યોગોમાં

આ વર્ષે અજા એકાદશીના દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ એમ બે શુભ યોગ રચાઈ રહ્યા છે. સાંજે 05:06 થી બીજા દિવસે સવારે 06:04 સુધી રવિ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ 10મી સપ્ટેમ્બરે સાંજે 05:06 વાગ્યાથી 11મી સપ્ટેમ્બરના રોજ સવારે 06:04 વાગ્યા સુધી છે. આ બંને યોગ કાર્યો માટે શુભ માનવામાં આવે છે.

અજા એકાદશી 2023 વ્રત પારણા

અજા એકાદશી વ્રતનું પારણ સોમવાર, 11 સપ્ટેમ્બરે સૂર્યોદય સાથે થશે. તે દિવસે તમે સવારે 06.04 થી 08.33 વચ્ચે ગમે ત્યારે ઉપવાસ તોડી શકો છો. તે દિવસે દ્વાદશી તિથિ રાત્રે 11.52 સુધી છે.

અજા એકાદશી વ્રતનું શું મહત્વ

અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નાશ પામે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. વ્યક્તિ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ચરણોમાં સ્થાન મેળવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles