જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની વક્રી અને માર્ગી ચાલની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. ગ્રહોની ચાલ 12 રાશિના જાતકો પર શુભ અને અશુભ પ્રકારના પ્રભાવ પાડે છે. 4 સપ્ટેમ્બર 2023ના રોજ શુક્ર ગ્રહ સિંહ રાશિથી નીકળી કર્ક રાશિમાં માર્ગી થઇ રહ્યો છે. જે 4 રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પાડશે. એ કઈ ચાર ભાગ્યશાળી રાશિ છે જેની કિસ્મત 4 સપ્ટેમ્બરથી ચમકવાની છે.
મેષ રાશિ
જે લોકોની રાશિ મેષ છે તેમના માટે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં હોવો શુભ માનવામાં આવે છે. જો કે આ સમય દરમિયાન મન થોડું પરેશાન રહેશે, પરંતુ ધીરજ રાખો, અભ્યાસમાં રસ વધશે. શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામ મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે.
વૃષભ રાશિ
જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે શુક્ર ગ્રહ આત્મવિશ્વાસથી ભરેલો માનવામાં આવે છે. તમારું મન પ્રસન્ન રહેશે પરંતુ વાતચીતમાં સંયમ જાળવી રાખો. આ સમય તમને ધર્મ તરફ ઝુકાવનારો માનવામાં આવે છે. સંતાન સુખમાં વધારો શક્ય છે. વિવાહિત જીવન સુખદ રહેશે, જીવનસાથીનો પૂરો સહયોગ મળશે.
મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મિથુન છે તેમના માટે શુક્રની માર્ગી ચાલ માનસિક શાંતિ અને પ્રસન્નતા લાવશે. ધૈર્ય રાખો, તમારા બોસ તમારા કામથી ખુશ થશે. પ્રગતિના માર્ગો ખુલશે, આવકમાં વધારો થવાની સંભાવના છે, પરંતુ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.
વૃશ્ચિક રાશિ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ વૃશ્ચિક રાશિ છે તેમના માટે શુક્રની સીધી ચાલ આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પરિવારમાં ધાર્મિક પ્રસંગો બની શકે છે. માન-સન્માનમાં વધારો થવાની સંભાવના છે. આ સમયે તમે જરૂર કરતાં વધુ મહેનત કરશો, જેનાથી તમને લાભ મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)