કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલને પ્રસન્ન કેવા માટે ઘણા પ્રકારના પકવાન અર્પણ કરવામાં આવે છે. એમને પારણાંમાં જુલાવવામાં આવે છે. સાથે જ તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં કેટલાક ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું રાત્રે પાલન કરવામાં આવે તો દરેક મનોકામના પુરી થાય છે. સાથે જ એમના જીવનમાં સુખ શાંતિનો વાસ રહેશે. આઓ જાણીએ આ સિદ્ધ ઉપાય અંગે…
માખણ અને મિશ્રી અર્પણ કરો: જન્માષ્ટમીની રાત્રે જયારે ભગવાનનો જન્મ થાય છે ત્યારે તેમને માખણ અને મિશ્રી અર્પણ કરો. આ બે વસ્તુ તેમને ખુબ જ પસંદ છે. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા પર બની રહેશે. વિવાહિત જીવન સુખમય રહેશે.
શંખથી અભિષેક કરો: જન્માષ્ટમીના દિવસે બાળ ગોપાલને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. આ પછી, કૃષ્ણ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનમનો પાઠ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેની સાથે જ જીવનમાં સમૃદ્ધિ આવશે.
પાનના પાંદડા ચઢાવો: જો ઘણા પ્રયત્નો પછી પણ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો નથી થતો તો શ્રીકૃષ્ણના જન્મ પછી ભગવાન કૃષ્ણને પાનના પાંદડા ચઢાવો. આ પછી બીજા દિવસે તે સોપારી પર શ્રીયંત્ર લખો અને તેને કબાટ કે તિજોરી જેવી સંપત્તિની જગ્યાએ રાખો. આમ કરવાથી તમને આર્થિક તંગીમાંથી રાહત મળશે. સંપત્તિમાં પણ વધારો થશે.
વાંસળી કરો અર્પણ: જન્માષ્ટમીના દિવસે બજારમાંથી વાંસળી ખરીદીને ભગવાન શ્રીકૃષ્ણને ચાંદીની વાંસળી અર્પણ કરો. ભગવાન કૃષ્ણને વાંસળી બહુ ગમે છે. આ સાથે આ દિવસે ‘કલીં કૃષ્ણ વાસુદેવાય હરિ: પરમાત્મને પ્રણત: ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો. આમ કરવાથી તમને ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. સાથે જ તમે બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. ધન અને સમૃદ્ધિ માટે આ દિવસે ભગવાન કૃષ્ણને પીળા વસ્ત્રો ધારણ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)