જન્માષ્ટમીની મધ્યરાત્રીએ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. જેથી તેમના જન્મ દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ઘણા સ્થળોએ ઉત્સવ મનાવાય છે. જન્માષ્ટમી એ ભગવાન કૃષ્ણની આરાધના કરવામાં આવે છે. ઘણા લોકો વ્રત કરે છે. જોકે, આ દિવસે પૂજાના કેટલાક નિયમોની ધ્યાન રાખવું જરૂરી છે. જન્માષ્ટમીના વ્રતના નિયમો પાળવામાં ન આવે તો વ્રત અધૂરું રહી જાય છે.
પરિણામે જીવનમાં વિવિધ સમસ્યાઓ આવી શકે છે.
જન્માષ્ટમીના વ્રત અને પૂજા માટે કેવા છે નિયમો?
જન્માષ્ટમીના પર્વ પર ભગવાન કૃષ્ણની પૂજા માટે કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે. કાકડીમાં ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને સ્થાપિત કરાય છે. ત્યારબાદ રાત્રે 12:00 કલાકે ભગવાનને તેમાંથી બહાર કાઢવામાં આવે છે અને જન્મોત્સવ ઉજવાય છે. આ દિવસે વ્રત રાખનાર ભાવિકે પીળા કપડા પહેરવા જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. જો શંખમાં પંચામૃત નાંખીને ભગવાનને સ્નાન કરાવવામાં આવે તો તેનું શુભફળ મળી શકે છે.
જન્માષ્ટમી પર ભગવાનના જન્મ બાદ મોરપીંછ, વાંસળી, કાજલ, ચંદન, માળા, મુકુટ અને વસ્ત્ર સહિતની વસ્તુથી ભગવાનનો શૃંગાર કરવો જોઈએ.
કૃષ્ણ ભગવાનને પારણામાં રાખવા જોઈએ અને પારણાને સજાવવું જોઈએ.
ભગવાનને ખીર, માખણ, મિશ્રી, દૂધની મીઠાઈ, પંજીરી વગેરેનો પ્રસાદ ધર્યો હોય તો તેમાં તુલસીના પાન ઉમેરો. ભગવાન શ્રીકૃષ્ણ તેનાથી ખૂબ જ પ્રસન્ન થશે
જન્માષ્ટમી પર શું ન કરવું જોઈએ?
આ પર્વ પર તુલસીના પાન તોડવા જોઈએ નહીં. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જેથી તુલસીને કોઈપણ જાતની હાની પહોંચવી જોઈએ નહીં. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. પરિણામે તમારા જીવનમાં દરિદ્રતા આવશે.
જન્માષ્ટમી પર કાળા વસ્ત્રોનો પહેરવા જોઈએ. કાળા વસ્ત્રોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. શુભ કાર્યોમાં કાળા વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે વ્રત રાખનાર મહિલાઓએ વાળ છૂટા ન રાખવા જોઈએ.
ભગવાન શ્રીકૃષ્ણને ગોપાલ નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ગોવાળ પણ હતા. ગાયમાં દેવી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે, જેથી જન્માષ્ટમી પર ગૌવંશને હેરાનગતિ થાય તેવા કામ ન કરવા જોઈએ આવું કરવામાં આવે તો ભગવાન કૃષ્ણ નારાજ થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)