દરેક વ્યક્તિનું અમીર બનવાનું સપનું હોય છે. એના માટે એ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ ખરાબ કિસ્મત, વાસ્તુ દોષ અને કેટલીક ખરાબ આદતોના કારણે ગરીબ બનીને રહી જાય છે. ખુબ પૈસા કમાવા છતાં પણ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. જો તમેને પણ આવી આદત છે તો આજે જ બદલી નાખો. એવું ન કરવા પર ભરેલી તિજોરી ખાલી થઇ શકે છે. માતા લક્ષ્મી નારાજ થઇ જતી રહે છે.
જેને લઇ લોકો કંગાળ થઇ જાઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ખરાબ આદત નકારાત્મકતાને ઘરમાં પ્રવેશ કરાવે છે. એનાથી વ્યક્તિના ઘરમાં કહેલ, ઝગડા, બીમારી પ્રવેશ કરે છે. એવી સ્થિતિમાં ખુબ પૈસા કમાયા છતાં પણ બધા પૈસા પાણીની જેમ વ્યર્થ થઇ જાય છે. દરેક કામમાં બાધા આવે છે. આઓ જાણીએ એ ખરાબ આદત જેના કારણે નકારાત્મકતા પાછળ ખેંચાઈ આવે છે.
એક જ જગ્યા પર રાખો બુટ ચપ્પલ
કેટલાક લોકો ઘરમાં પ્રવેશતાની સાથે જ બુટ અને ચપ્પલ ઉતારી લે છે. આ ચપ્પલ વેરવિખેર રહે છે. આના કારણે વાસ્તુ દોષ લાગે છે જેના કારણે કર્મોનું યોગ્ય ફળ મળતું નથી. ઘરના મુખ્ય દ્વાર પર પડેલા ચંપલ દેવી લક્ષ્મીનો માર્ગ અવરોધે છે. આ જ કારણ છે કે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ નથી થતો. ઘરમાં નકારાત્મકતા આવે છે. જો તમને પણ આવી આદત છે તો તેને તરત જ સુધારી લો.
કપડાં ગમે ત્યાં છોડી દેવાની આદત
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વેરવિખેર અને ગંદા કપડા વાસ્તુ દોષનું કારણ બને છે. જો તમારા ઘરમાં પણ આવી જ સ્થિતિ છે તો તેને તરત જ બદલી નાખો. કપડાને સાફ રાખવાની સાથે તેમને એક જગ્યાએ સ્થિર રાખો. બહારથી આવે ત્યારે કપડાંને બેડ કે ટેબલ પર મૂકવાને બદલે એક જ જગ્યાએ યોગ્ય રીતે રાખો. તે પોતાના ઘરને વ્યવસ્થિત રાખે છે. સ્વચ્છતા જોઈને માતા લક્ષ્મી પણ ઘરમાં આવે છે.
ગંદા વાસણો ન રાખવા
કેટલાક લોકો ભોજન કર્યા પછી ઘરમાં ગમે ત્યાં ગંદા વાસણો રાખે છે. રાતે વાપરેલા વાસણો બીજા દિવસે સવારે અથવા સાંજે સાફ કરવામાં આવે તો વાસ્તુ દોષ ઉત્પ્ન્ન થાય છે. તેના કારણે ઘરમાં મુશ્કેલીઓ આવે છે. માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. અઢળક કમાણી કર્યા પછી પણ ઘરમાં સમૃદ્ધિ નથી રહેતી. તમારી આ આદતો દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બની જાય છે. વહેલી તકે આ આદત સુધારી લો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)