હિન્દુ ધર્મમાં ભગવાન ભોળાનાથના ભક્તોની સંખ્યા વધુ છે. ભગવાન શિવની પૂજા માટે શિવરાત્રી ખુબ ખાસ માનવામાં આવે છે. હિન્દુ માસ અનુસાર દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર માસિક શિવરાત્રીનું વ્રત રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જે ભક્ત આ વ્રત રાખે છે એમની સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થઇ જાય છે. આ ઉપરાંત એમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.
આજે એટલે 13 સપ્ટેમ્બરના રોજ માસિક શિવરાત્રીનું વ્રત રાખવામાં આવી રહ્યું છે.
માસિક શિવરાત્રી 2023
શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 13 સપ્ટેમ્બરના રોજ સવારે 02:21 વાગ્યાથી શરૂ થઈ છે, જે 14 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 04:48 વાગ્યે સમાપ્ત થશે. શિવરાત્રી દરમિયાન મધ્યરાત્રિએ ભગવાન ભોલેનાથની પૂજા કરવાની પરંપરા છે. ઉદયા તિથિ અનુસાર, 13 સપ્ટેમ્બર 2023 બુધવારના રોજ માસિક શિવરાત્રી વ્રત મનાવવામાં આવી રહી છે.
આ વિધિથી કરો માસિક શિવરાત્રીની પૂજા
માસિક શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું.
સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા રૂમને સાફ કરો.
ભગવાનની સામે દીવો પ્રગટાવો અને હાથમાં જળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
શ્રાવણ માસિક શિવરાત્રીનું મહત્વ
સનાતન ધર્મમાં માનતા દરેક ભક્તો માટે માસિક શિવરાત્રી વિશેષ મહત્વની માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જે લોકો માસિક શિવરાત્રિના દિવસે વ્રત કરે છે અને વિધિ-વિધાન પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે, તેમનું વૈવાહિક જીવન મધુર બને છે અને દરેક સમસ્યા દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)