શ્રાવણ મહિનો ભગવાન શિવને ખુબ પ્રિય છે. આ માસમાં ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. આ પવિત્ર મહિનાનો આજે છેલ્લો દિવસ છે. 2023નો શ્રાવણ મહિનો ખુબ ખાસ રહ્યો. સૌથી મોટું કારણ એ રહ્યું કે અધિક માસ સાથે હતો. તો ચાલો જાણીએ મહાદેવને પ્રસન્ન કરવાના ઉપાય જેનાથી બધી મનોકામના પુરી થશે.
મહાદેવનો રુદ્રાભિષેક: જેમકે આપણે જાણીએ છે કે મહાદેવ સરળતાથી પ્રસન્ન થવા વાળા દેવ છે. એવી માન્યતા છે કે સોમવારના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પુરી થાય છે.
ધતુરા અને બીલીપત્ર કરો અર્પણ: ભગવાન ભોલેનાથને ધતુરા અને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં, ભગવાન શિવની પૂજા કરતી વખતે ભક્તોએ શિવલિંગ પર બીલીપત્ર અને ધતુરા ચઢાવવા જોઈએ. આ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
લગ્નમાં આવતા અવરોધો દૂર થશે: જે સ્ત્રી-પુરુષો લગ્નમાં અડચણોનો સામનો કરી રહ્યા છે તેઓએ સોમવારે ઓમ ઉમ મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી પણ આવી બાધાઓ જલ્દી દૂર થઈ જાય છે.
વિવાહિત જીવન સુખમય રહેશે: જો તમે તમારા વિવાહિત જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો નજીકના શિવ મંદિરમાં ગૌરી-શંકર રુદ્રાક્ષ અવશ્ય ચઢાવો. આમ કરવાથી તમારા દાંપત્ય જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)