જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની આરાધના કરવા માટે વિશેષ ગણાય છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. કહેવાય છે કે આ દિવસે સાચા મનથી માતા લક્ષ્મીને યાદ કરવાથી જીવનની સમસ્યાઓ અને દુઃખ દર્દ દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં ધનની ખામી હોય એટલે કે તેનાથી માતા લક્ષ્મી રિસાયેલા રહેતા હોય તો શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરીને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત કરી શકાય છે. આજે તમને આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેને શુક્રવારે કરીને તમે પણ તમારા જીવનમાં ધન આકર્ષિત કરી શકો છો.
શુક્રવારે કરો વ્રત
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે વ્રત કરવું જોઈએ. આ દિવસે સવારે વહેલા જાગી જવું અને નિત્ય ક્રિયા કર્યા પછી સ્નાન કરી લેવું. ત્યાર પછી વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવી અને તુલસીમાં જળ ચઢાવવું. શુક્રવારના દિવસે વ્રત રાખવું. આ ઉપાય કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને પરિવારમાં ધન સંપત્તિ વધે છે.
મંત્ર જાપ
પુરાણો અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે તેમની પૂજા કર્યા પછી આ મંત્રનો 20 મિનિટ સુધી જાપ કરવો જોઈએ. દર શુક્રવારે આ રીતે મંત્ર જાપ કરવાથી રૂઠેલી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
યા રક્તામ્બુજવાસિની વિલાસિની ચળ્ડાંશુ તેજસ્વિની
યા રક્તા રુધિરામ્બરા હરિસખી યા શ્રી મનોલ્હાદિની
યા રત્નાકરમન્થનાત્પ્રગટિતા વિષ્ણોસ્વહા ગેહિની
સા માં પાતુ મનોરમા ભગવતી લક્ષ્મીશ્વ પદ્માવતી
લક્ષ્મી મંત્રનો જાપ
જો તમારું કોઈ કામ અટકેલું છે અને અનેક પ્રયત્ન છતાં પણ તેમાં સફળતા મળતી નથી તો શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરીને આ મંત્રનો 108 વખત જાપ કરવો. ” શ્રીં હ્રીં ક્લીં એં કમલવાસિન્યૈ સ્વાહા ” આ મંત્રનો જાપ કરો ત્યારે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું. આમ કરવાથી મનની ઈચ્છાઓ પૂરી થાય છે.
કરજ મુક્તિ માટે ઉપાય
જે લોકો ઉપર કરજ વધી ગયું હોય અને તેને દૂર કરવું હોય તો શુક્રવારે માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરવો જોઈએ. શુક્રવારે આ મંત્રનો જાપ શરૂ કર્યા પછી દર શુક્રવારે આ મંત્ર 108 વખત બોલવો. તેનાથી ઘરમાં ધન, વૈભવ વધે છે. “ઓમ શ્રીં ક્લીં મહાલક્ષ્મી એહ્મેહિ સર્વ સૌભાગ્યં દેહિ મે સ્વાહા”
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)