fbpx
Wednesday, October 30, 2024

આજે છે વિશ્વકર્મા જયંતિ, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, જાણો શું છે તેનું મહત્વ

આજે વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી રહી છે. વિશ્વકર્મા જયંતિ દર વર્ષે કન્યા સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના પહેલા એન્જીનીયર કહેવામાં આવે છે. આજના દિવસે ચાર શુભ યોગોનું પણ નિર્માણ થઇ રહ્યું છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, ઘ્વીપુષ્કર યોગ, બ્રહ્મ યોગ અને અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.

આ બધા યોગ મનુષ્યની મનોકામના પૂરતીમાં સહાયક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ દિવસનું મહત્વ.

આજે વિશ્વકર્મા પૂજા

આજે, 17 સપ્ટેમ્બર 2023, રવિવાર, કન્યા સંક્રાંતિ છે. કન્યા સંક્રાંતિનું મુહૂર્ત બપોરે 01.43 વાગ્યાનું છે. આ તે સમય છે જ્યારે સૂર્ય દેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે આજેવિશ્વકર્મા પૂજા કરવામાં આવી રહી છે. આજે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બીજ તિથિ છે.

વિશ્વકર્મા પૂજાનું મહત્વ

ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્મદેવના પુત્ર છે. ભગવાન વિશ્વકર્માને તમામ દેવતાઓના શિલ્પી પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સૃષ્ટિની રચનામાં ભગવાન વિશ્વકર્માએ બ્રહ્માદેવને મદદ કરી હતી. ધાર્મિક ગ્રંથો અનુસાર, એ વિશ્વકર્મા હતા જેમણે સુવર્ણ લંકા, દ્વારકા શહેર, પુષ્પક વિમાન અને દેવી-દેવતાઓના શસ્ત્રો બનાવ્યા હતા. કહેવાય છે કે જો તમારે વેપારમાં પ્રગતિ કરવી હોય તો ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જે લોકો યંત્ર અને બાંધકામ સાથે જોડાયેલા છે તેમણે ખાસ કરીને ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. કારણ કે ભગવાન વિશ્વકર્માને વિશ્વના પ્રથમ એન્જિનિયર કહેવામાં આવે છે.

વિશ્વકર્મા જયંતિ 2023 પર શુભ યોગોની રચના

વિશ્વકર્મા જયંતિ પર ચાર યોગ રચાઈ રહ્યા છે. જેમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત યોગ, દ્વિપુષ્કર યોગ અને બ્રહ્મ યોગનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે આ શુભ યોગ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે.

1. સર્વાર્થ સિદ્ધિ યોગ – 17 સપ્ટેમ્બર 2023, સવારે 06:07 થી 10:02 સુધી.

2. દ્વિપુષ્કર યોગ – 17 સપ્ટેમ્બર 2023, સવારે 10:02 થી 11.08 સુધી.

3. બ્રહ્મ યોગ – 17 સપ્ટેમ્બર 2023, 04:13 am થી 18 સપ્ટેમ્બર 2023, 04:28 am.

4. અમૃત સિદ્ધિ યોગ – 17 સપ્ટેમ્બર 2023, સવારે 06:07 થી 10:02 સુધી.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles