દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ હરતાલિકા તીજકા વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત પરિણીત મહિલાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ ખોરાક કે પાણીનું સેવન કર્યા વિના દિવસભર ઉપવાસ કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કેટલીક જગ્યાએ, અવિવાહિત છોકરીઓ પણ સારા વરની ઈચ્છા સાથે હરતાલિકા તીજનું વ્રત રાખે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને તે પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ વાર્તા વિના કંઈપણ પૂર્ણ માનવામાં આવતું નથી. તેથી, હરતાલિકા તીજના દિવસે પણ, પૂજા પછી વ્રત કથા વાંચો.
હરતાલીકા તીજ વ્રત કથા
લિંગ પુરાણની કથા અનુસાર માતા પાર્વતીએ પોતાના પૂર્વ જન્મમાં ભગવાન શંકરને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે હિમાલય પર ગંગાના તટે પોતાની બાલ્યાવસ્થામાં અધોમુખી થઈને ઘોર તપ કર્યં. આ સમયે તેઓએ અન્નનું સેવન કર્યું નહતું. અનેક વર્ષો સુધી તેઓએ નિર્જળા આ વ્રત કર્યું. પાર્વતીની આ સ્થિતિ જોઈને તેમના પિતા દુઃખી થતા.
એક દિવસ મહર્ષિ નારદ ભગવાન વિષ્ણુની તરફથી પાર્વતીજીના વિવાહનો પ્રસ્તાવ લઈને માતા પાર્વતીના પિતા પાસે પહોંચ્યા. તેઓએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. પિતાએ જ્યારે માતા પાર્વતીને તેમના વિવાહની વાત કરી તો તેઓ દુઃખી થયા અને જોર જોરથી રડવા લાગ્યા. તેમની એક સખીએ પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે આ કઢોર વ્રત ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કરી રહી છે. જ્યારે તેમના પિતા તેમનો વિવાહ વિષ્ણુ સાથે કરાવવા ઈચ્છતા હતા.
મિત્રની સલાહના આધારે માતા પાર્વતી ગાઢ જંગલમાં ગયા અને એક ગુફામાં જઈને ભગવાન શિવની આરાધનામાં લીન થયા. ભાદ્રપદ ત્રીજની શુક્લના દિવસે હસ્ત નક્ષત્રમાં માતા પાર્વતીએ રેતીના શિવલિંગનું નિર્માણ કર્યું અને ભોલેનાથની સ્તુતિ સાથે રાત્રિ જાગરણ કર્યું.
ત્યારબાદ માતાની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમની ઈચ્છાનુસાર તેમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી લીધા. માન્યતા છે કે આ દિવસે મહિલાઓ વિધિ વિધાનથી નિષ્ઠા સાથે આ વ્રત કરે છે તેઓ પોતાના મનનો માણિગર મેળવી શકે છે. સાથે જ દાંમ્પત્ય જીવનમાં ખુશી કાયમ રહે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આ દિવસે મહેંદી લગાવવાનો પણ રીવાજ છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)