19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી સાથે દેશભરમાં દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે. આગામી 10 દિવસ સુધી દરેક ઘરમાં ભગવાન ગણેશની પૂજા-અર્ચના થશે. આ 10 દિવસો દરમિયાન વિવિધ સ્થળોએ પંડાલ પણ શણગારવામાં આવે છે અને તેમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. ગણેશ ઉત્સવની ઉજવણી મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ગણેશ ઉત્સવના આ 10 દિવસોમાં 5 ઉપાય કરવામાં આવે તો ભગવાન ગણેશની કૃપા વ્યક્તિ પર વરસે છે અને તેનું નસીબ બદલતા વાર નથી લાગતી. આમ કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ વધશે, સમાજમાં માન-સન્માન વધશે અને સારું સ્વાસ્થ્ય પણ મળશે.
ભગવાન ગણેશ સંબંધિત ઉપાયો
ઘરમાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો
ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ 10 દિવસ સુધી દરરોજ ગણપતિજીની પૂજા કરો.
ઘી અને ગોળનો પ્રસાદ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ગણેશ ઉત્સવ દરમિયાન સવારે સ્નાન કરીને ભગવાન ગણેશને દરરોજ ઘી અને ગોળ અર્પણ કરો. આ પછી તે બંને વસ્તુઓ ગાયને ખવડાવો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.
લગ્ન સંબંધી સમસ્યાઓ દુર કરવા
જો કોઈ વ્યક્તિને તેના લગ્નજીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો તેણે ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની નિયમિત પૂજા કરવી જોઈએ અને તેમને માલપુઆ અર્પણ કરવા જોઈએ.
દુર્વા અર્પણ કરો
જો તમારું કોઈ કામ વારંવાર અટકી રહ્યું છે તો તમારે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ મંદિરમાં જવું અને ગણેશજીને દુર્વા ઘાસની 21 ગાંઠ અર્પણ કરવી. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)