fbpx
Tuesday, October 29, 2024

અનંત ચતુર્દશીના દિવસે કરો આ ઉપાય, બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળશે

દર વર્ષે ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ અનંત ચતુર્દશીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીનો પર્વ ઉજવવામાં આવશે. અનંત ચતુર્દશી ગણપતિ બાપ્પાની વિદાઈનો દિવસ માનવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ 14 લોકોના રક્ષણ માટે ચૌદ અવતાર લીધા હતા.

કહેવામાં આવે છે કે અંનત ચતુર્દશીના દિવસે સાચી શ્રદ્ધા-ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો પ્રસન્ન થઇ ભક્તો પર કૃપા વરસાવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન માટે ધર્મ કર્મના કાર્યો, પૂજા ઉપાસનાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. જેને કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે. અનંત ચતુર્થીના દિવસે કયા વિશેષ ઉપાયોથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે.

1. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી, વ્યક્તિએ હાથ પર 14 ગાંઠો સાથે રેશમનો દોરો બાંધવો જોઈએ. તેને અનંત સૂત્ર અથવા રક્ષા સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

2. ધાર્મિક માન્યતાઓ છે કે ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરવાથી અને હાથ પર દોરો બાંધવાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

3. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવાની વિશેષ વિધિઓ અને ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા-અર્ચના કરવાથી સુખમાં વધારો થાય છે.

4. ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે.

5. અનંત ચતુર્દશીના દિવસે 14 લવિંગ લઈને કોઈ પવિત્ર નદીમાં તરતા મુકવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

6. અનંત ચતુર્દશીના દિવસે એક કળશમાં 14 લવિંગ અને કપૂર નાખીને તેને સળગાવી દો, પછી આ કળશને ચોક પર રાખો. આમ કરવાથી ઘરની ખરાબ નજર જલ્દી જ દૂર થઈ જશે.

7. જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ બીમાર છે. તો આ દિવસે એક દાડમ લઈને વ્યક્તિના માથા પરથી 14 વાર ફેરવો. આમ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય જલ્દી સુધરશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles