fbpx
Tuesday, October 29, 2024

સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?😜😅😝😂🤪🤣

ભગલા ઢોલીનુ મરણ થતા, ગામલોકો અને સુરેશભાઈ ખરખરે ગયા,
ભગલાની પત્ની પોતાના રીવાજ પ્રમાણે રોવાનુ અને
મરશિયા ગાવાનું ચાલુ કર્યુ.
ભગલાની પત્ની : અરેરે…
મને હવે મેળામા ફજેત ફાળકે કોણ બેહાડશે.?
સુરેશભાઈ : (કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને…
ભગલાની પત્ની : અરેરે….મને મીઠા વેણે હવે કોણ બોલાવશે..?
સુરેશભાઈ :(કોઈ જવાબ નહી દેતા) અરે હું બેઠો છુ ને…
ભગલાની પત્ની : અરેરે…મારા અધુરા ઓરતા હવે કોણ પુરા કરશે…?
સુરેશભાઈ : હું બેઠો છુ ને…!
ભગલાની પત્ની : અરેરે…
મારી માથેનુ તરીહ હજારનુ કરજ હવે કોણ ચૂકવશે..?
સુરેશભાઈ : (ગામલોકો તરફ જોઇને) માણહના પેટના થાવ જરાક,
કોક તો જવાબદારી લ્યો, બધુંય મારે એકલાએ જ કરવાનુ
😜😅😝😂🤪🤣

સુરેશ : એના કહેવાથી તેં સિગારેટ છોડી ?
રમેશ : હા.
સુરેશ : અને દારૂ પણ !
રમેશ : હા .
સુરેશ : જુગારની ક્લ્બમાં જવાનું પણ
એના કહેવાથી જ બંધ કર્યું ને ?
રમેશ : હા, હા.
સુરેશ : તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?
રમેશ : સુધરી ગયા પછી લાગ્યું કે મને એના
કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે !
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles