સામાન્ય રીતે મંદિરમાં જઈ પૂજા પાઠ વચ્ચે ભૂલો થઇ જ જાય છે. એને લઇ લોકો પરેશાન થઇ જાય છે. મનમાં ને મનમાં પાપ ચઢવાને લઇ ભગવાન પાસે માફી માંગવાના રસ્તા શોધે છે. એના માટે શિવપુરાણમાં એક એવો મંત્ર જણાવવામાં આવ્યો છે, જેનો જાપ માત્રથી ભગવાન બધી ભૂલ ચૂક ભુલાવી દે છે. મહાદેવ પાસે આ મંત્ર માત્ર બોલવાથી જ ભગવાન પૂજામાં થયેલી બધી મોટી ભૂલો માફ કરી દે છે.
મહાદેવના આ મંત્રને મંદિર જવા પહેલા અથવા પછી વાંચી લો. આ જાપ માત્રથી બધી સમસ્યા ખતમ થઇ જશે.
ભગવાન શિવનો આ મંત્ર બાળકથી લઇ વૃદ્ધો પણ સરળતાથી યાદ કરી શકે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે ભગવાન શિવના આ મંત્રમાં એટલી શક્તિ છે કે આ મંત્રના જાપ માત્રથી ભગવાન શિવ પ્રસન્ન થઇ જાય છે. મહાદેવ ઉપરાંત બીજા દેવતા પણ આ મંત્રના જાપથી મનોકામના પૂર્ણ કરે છે. સાથે જ ક્ષમા પણ સ્વીકારી લે છે. આઓ જાણીએ ભગવાન શિવના એ મંત્ર અંગે જેનાથી તમામ સમસ્યા ખતમ થઇ જશે.
મંદિરના પ્રવેશદ્વાર પર આ મંત્રનો જાપ કરો
શિવપુરાણ અનુસાર, ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલા પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ મંત્ર સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે. સમગ્ર શાસ્ત્રોનું જ્ઞાન તેમાં રહેલું છે. પૂજા દરમિયાન પણ જો કોઈ ભૂલ થઈ જાય તો સાચા મનથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી બધી ભૂલો દૂર થઈ જશે. કોઈપણ દેવતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી ક્ષમાની સાથે સાથે મનોકામનાઓની પૂર્તિ પણ થાય છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મંત્રનો જાપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંદિરની બહાર ઉભા રહીને કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવો જોઈએ.
મંદિરના ઉંબરા પર પગ ન મૂકવો
કેટલાક લોકો ઉંબરા પર પગ મૂકીને મંદિરમાં પ્રવેશ કરે છે. શિવપુરાણ અનુસાર મંદિરની ઉંબરી પર પગ ન રાખવા જોઈએ. તેનું કારણ અહીં દેવી-દેવતાઓના દ્વારપાલની હાજરી છે. તેથી, મંદિરમાં જતી વખતે, તમારા પગ ઉંબરા પર ન રાખો. તેના પરથી કૂદવું વધુ સારું છે. આમ કરવાથી વ્યક્તિ પાપનો દોષી થતો નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)