શાસ્ત્રો અનુસાર રાહુ-કેતુની અશુભતા દૂર કરવા માટે ગણપતિની પૂજા સૌથી અચૂક માનવામાં આવી છે. ગણપતિને ચડાવવામાં આવતી દૂર્વાનો સંબંધ રાહુ સાથે માનવામાં આવ્યો છે.
કહેવામાં આવે છે કે વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના દિવસે 21 જોડી દુર્વા ગણપતિને અર્પિત કરવામાં આવે તો તેનાથી રાહુ જનિત દોષ દૂર થાય છે. દરિદ્રતા દૂર થાય છે.
કુંડળીમાં રાહુ-કેતુ અશુભ હોય તો માનસિક તણાવ, આર્થિક નુકસાન, પરિવારમાં કંકાસ વધી જાય છે.
વ્યક્તિ ખોટા રસ્તે જાય છે.
તેવામાં વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થીના દિવસે ગણેશ દ્વાદશ સ્ત્રોતનો પાઠ કરો. કહેવામાં આવે છે કે તેનાથી રાહુ-કેતુ સંતુષ્ટ થાય છે અને તેનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
કેતુ દોષ શાંત કરવા માટે આસો મહિનાની વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી પર કોઇ જરૂરિયાતમંદને લીલા મગનું દાન કરો. કોઇ ગણેશ મંદિરમાં ક્ષમતા અનુસાર વસ્તુઓનું દાન પણ કરી શકો છો.
આ બંને પાપ ગ્રહ રાહુ-કેતુ કરિયરમાં અડચણો ઉભી કરી રહ્યાં છે તો સંકષ્ટી ચતુર્થીથી દરરોજ ‘શ્રી ગં ગણપતયે નમ:’નો જાપ કરવાનું શરૂ કરી દો. જલ્દી જ તેના શુભ પરિણામ જોવા મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)