fbpx
Friday, October 25, 2024

વૈભવના દેવતા શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, 32 દિવસ સુધી તમામ રાશિઓ પર કેવી અસર પડશે?

શુક્ર ગ્રહ મંગળવારે એટલે કે 2 ઓક્ટોબરના રોજ સિંહ રાશિમાં સંક્રમણ કરી ચુક્યો છે. આ પહેલાં શુક્ર ગ્રહ કર્ક રાશિમાં માર્ગી અવસ્થામાં હતો. હવે તે રાત્રે 1.02 વાગ્યે સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. શુક્ર ગ્રહ સિંહ રાશિમાં 32 દિવસ અને 4 કલાક રહેશે. આ દરમિયાન શુક્ર 17 ઓક્ટોબરે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને 30 ઓક્ટોબરે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 3 નવેમ્બરે શુક્ર સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં સંક્રમણ કરશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવી જીવન માટે જવાબદાર માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર બળવાન હોય તો વ્યક્તિને બધા જ ભૌતિક સુખ મળે છે. લગ્ન પછી વૈવાહિક જીવન પણ સારું રહે છે અને દરેક કાર્ય અવરોધ વિના પૂર્ણ થાય છે. જો કુંડળીમાં શુક્ર નબળો હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સિંહ રાશિમાં શુક્રનું સંક્રમણ વિશ્વમાં તમામ 12 રાશિઓને અસર કરશે. જોકે, શુક્રનું સંક્રમણ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે, તો કેટલીક રાશિના જાતકોને નુક્શાનનો સામનો કરવો પડી શકે છે. ત્યારે અહીં જાણીશું કે સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમામ રાશિઓ પર શું અસર કરશે.

મેષ: શુક્રએ મેષ રાશિથી પાંચમા કર્યું છે, જે આપનારું છે. આ ગોચર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ થશે. આ સમય દરમિયાન લવ લાઈફમાં મજબૂતી આવશે અને તમારા રિલેશનશિપને ઘરવાળાની મંજૂરી મળી શકે છે. આ રાશિના જાતકોને વિદેશમાં નોકરી મળવાની સંભાવના છે. બિઝનેસમાં પાર્ટનરશીપ કરવાની બાબતે સાવધાન રહેવું, નહીંતર ભવિષ્યમાં તમને સમસ્યા થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન ઉતાવળમાં નિર્ણય ન લેશો, નહીંતર આર્થિક નુક્શાન થઇ શકે છે.

વૃષભ: શુક્ર વૃષભ રાશિથી ચોથા સ્થાને વિરાજમાન થશે. આ સમય દરમિયાન શુક્રના પ્રભાવથી તમારું જીવન દરેક રીતે લાભદાયી બનશે. સ્થાવર મિલકત સંબંધિત કોઈપણ કાર્ય અવરોધ વિના પૂર્ણ થશે. મકાન અને વાહન ખરીદવા માટે આ ખૂબ જ સારો સમય છે. વિદેશી કંપનીઓમાં કામ કરતા નોકરિયાતોને સારો લાભ થશે. નોકરીયાત અને વ્યાપારીઓ માટે આર્થિક લાભ થવાની તકો રહેશે. મિત્રો અને સંબંધીઓ તરફથી પણ તમને સારા સમાચાર મળશે. જો તમે વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા મેળવવા માટે પ્રયાસ કરવા માંગતા લોકો માટે પણ સમય સારો રહેશે. નવા લોકો સાથે સંપર્ક વધશે, જેનાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

મિથુન: શુક્ર મિથુન રાશિથી ત્રીજા ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમારું પારિવારિક જીવન સારું રહેશે અને પરિવારજનો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહેશે. ધર્મ અને આધ્યાત્મમાં તમારી રુચિ વધશે અને બીજાની મદદ કરવા પાછળ પૈસા ખર્ચાઈ શકે છે. જો વ્યાપાર વૃદ્ધિની કોઈ વરયોજના બનાવી રહ્યા છો, તો તેને સિક્રેટ રાખો. જેનાથી તમને સારો લાભ થઇ શકે છે. ભાઈ-બહેન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખજો. દૈનિક વ્યાપારીઓને સમયાંતરે લાભ થતો રહેશે. નવી સંપત્તિ ખરીદવા પાછળ રોકાણ થશે, જે તમને લાભ કરાવશે.

કર્ક: શુક્ર તમારી રાશિના બીજા સ્થાને ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકો આર્થિક બાબતે મજબૂત રહેશે. તમને ગુપ્ત ધન પ્રાપ્ત થશે, જેનાથી તમને ફાયદો થશે. નોકરીયાત લોકો માટે આવકના સ્ત્રોત પણ વધશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે જમણી આંખને લગતી સમસ્યાઓથી સાવચેત રહેવું જોઈએ. કાર્યસ્થળે ષડયંત્રનો શિકાર બનવાથી બચો અને ઈમાનદારીથી તમારું કામ કરો. કોર્ટ સંબંધિત મામલા બેસીને ઉકેલવામાં સમજદારી છે. પૈતૃક સંપત્તિ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.

સિંહ: શુક્રએ તમારી રાશિના લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ સ્થાનમાં ગોચર કર્યું છે. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. તમારા કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે અને શત્રુઓ તમને કોઈ નુક્શાન નહીં પહોંચાડી શકે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો, તો તમને ગોચરના સમયગાળા દરમિયાન સારો લાભ થશે. તમારા માતા-પિતાના સ્વાસ્થ્યને બાબતે પણ સાવધાની રાખો, જેથી તમને પછીથી માનસિક તણાવ ન રહે. સરકાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમને કરિયરમાં વિદેશી તકો મળી શકે છે, જે જીવનમાં ખુશીહાલી લાવશે.

કન્યા: શુક્રએ કન્યા રાશિના 12મા ભાવમાં ગોચર કર્યું છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે અને તમે પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો. શેર ટ્રેડિંગમાં સારો ફાયદો થશે. વૈભવી વસ્તુઓ પર ખર્ચ થશે અને ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત થશે. તેમજ વિદેશ યાત્રાનો લાભ મળશે. વિદેશી મિત્રો અને સંબંધીઓ તરફથી પણ સારા સમાચાર મળી શકે છે. જો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમની માટે આ ગોચર શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન કોઈને વધુ પૈસા ઉધાર ન આપો, નહીં તો પૈસા સમયસર મળશે નહીં. વિવાદિત બાબતો કોર્ટની બહાર ઉકેલી દેવી જોઈએ.

તુલા: શુક્રએ તમારી રાશિથી 11મા ભાવમાં ગોચર કર્યું છે. આ સમયગાળા દરમિયાન બાળકોની જવાબદારીઓ પૂર્ણ થશે અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે તો શુભ પરિણામ મળશે. જો તમે તમારી ઉર્જાનો સદુપયોગ કરશો, તો તમે ચોક્કસથી સફળ થશો અને ધનલાભની તકો પણ મળશે. લવ લાઈફના મામલામાં ઉગ્રતા રહેશે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છો છો, તો તમારી માટે આ ગોચર શુભ રહેશે. પરિવારમાં મોટા ભાઈઓ સાથે મતભેદ ન વધે તેનું ધ્યાન રાખો.

વૃશ્ચિક: શુક્રએ વૃશ્ચિક રાશિથી 10મા સ્થાનમાં ગોચર કર્યું છે. ત્યારે જો તમે કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા માંગો છો, તો તમને તેમાં વિજય પ્રાપ્ત થશે. આ ગોચર દરમિયાન રિયલ એસ્ટેટ બાબતો ઉકેલાશે, જ્યાં તમને લાભ થઇ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને મિત્રો અને સંબંધીઓની મદદ મળી શકે છે, જેના કારણે તમારા અધૂરા કાર્યો પૂરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વેપારમાં લાભ થશે. મુસાફરી દરમિયાન સામાન ન ચોરાય તેની સાવધાની રાખો. કામના વધુ દબાણને કારણે તમે ભૂલો કરી શકો છો. નોકરિયાત જાતકોને અન્ય કંપની તરફથી ફોન આવી શકે છે.

ધન: શુક્રએ તમારી રાશિના નવમા ભાવમાં ગોચર કર્યું છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં મેડિટેશન અને યોગનો સમાવેશ કરો, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે જે પણ કાર્ય કરશો, તેમાં તમને પ્રશંસા અને સફળતા મળશે. આ સમય દરમિયાન ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ વધશે અને તમે ધાર્મિક ટ્રસ્ટ અને અનાથાશ્રમ વગેરેમાં દાન કરશો. વ્યવસાયિક યોજનાઓ ગોપનીય રાખો અને કામમાં વ્યસ્ત રહો. જો તમે કોઈ મિત્રને પૈસા ઉધાર આપ્યા છે, તો તમારે અહીં નુક્શાન સહન કરવું પડી શકે છે. અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જલાવવાથી તમને લાભ થશે.

મકર: શુક્રએ મકરથી આઠમા ભાવમાં ગોચર કર્યું છે. આ સમયગાળા દરમિયાન નોકરિયાત જાતકોને સાથીદારોના સમર્થનનો અભાવ અને કોમ્પિટિશનનો સામનો કરવો પડશે, જેનથી માનસિક તણાવ થઇ શકે છે. આ સમય દરમિયાન કાર્યસ્થળે ષડયંત્રનો શિકાર બનવાથી બચો. તમારી નાણાંકીય પરિસ્થિતિ મજબૂત રહેશે અને તમને રોકાણથી સારો નફો મળશે. આ સમય દરમિયાન છેતરપિંડીથી બચો. તમારા પોતાના લોકો તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી શકે છે. મતભેદ હોવા છતાં તમને ક્યાંક સામાજિક સન્માન અથવા પુરસ્કાર મળી શકે છે.

કુંભ: શુક્ર કુંભ રાશિથી સાતમા ભાવમાં ગોચર થયો છે. આ સમયગાળા દરમિયાન તમે સારા પૈસા કમાઈ શકો છો અને બચત પણ કર શકશો. નોકરીયાત લોકોને કરિયરમાં નવી તકો પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન મધુર રહેશે અને તમે તમારા બાળકો માટે કેટલાક જરૂરી નિર્ણયો લઈ શકશો. સાસરી પક્ષ તરફથી સહકાર અને મદદ મળી શકે છે. ઘણા નવા લોકો સાથે સંપર્ક વધશે, જેનાથી તમને ફાયદો થશે. પરિવારમાં નવા મહેમાનના આગમનથી વાતાવરણ ખુશ રહેશે. ગોચરના સમય દરમિયાન તમારી આવકને પૂરક બનાવવાના ઘણા માર્ગ દેખાશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ રહેશે અને વિદેશ જવાની તક મળશે.

મીન: શુક્ર મીન રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. જેને લઈને તમારે આ સમય દરમિયાન વધુ પડતા ખર્ચને કારણે નાણાકીય સંકટનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. તમને વિદેશ પ્રવાસનો લાભ મળશે. તમે લક્ઝરી વસ્તુઓ પર વધુ ખર્ચ કરશો. આ સમયગાળા દરમિયાન, કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો, તેમજ પૈસા કમાઈને બચત પણ કરી શકશો. વ્યવસાયને સફળ બનાવવા માટે તમે બનાવેલી યોજનાઓ સફળ થશે અને તમે જીવનમાં આવનારી તકોનો લાભ ઉઠાવશો.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles