fbpx
Sunday, October 27, 2024

નવરાત્રી પહેલા ઘરમાંથી ફેંકી દો આ સામાન, નહીંતર નારાજ થઇ જશે માતાજી, આવશે દરિદ્રતા

હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો શુભારંભ થાય છે. આ વર્ષે 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરુ થઇ રહી છે. ધાર્મિક માન્યતા અનુસાર નવ દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે નવરાત્રીમાં જો સાચા મનથી 9 દિવસ સુધી માતારાણીની આરાધના કરવામાં આવે અને એમના મંત્રોનો જાપ કરવામાં આવે તો માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ ગરીબીનું પ્રતીક માનવામાં આવે છે. એવી સ્થિતિમાં શારદીય નવરાત્રી શરુ થયા પહેલા જ્યોતિષ શાસ્ત્ર દ્વારા કેટલીક વસ્તુઓનો ઘરમાંથી નિકાલ કરવો જોઈએ. શારદીય નવરાત્રી શરુ થવાને થોડા દિવસ બચ્યા છે તો એવી સ્થિતિમાં ખાસ કરીને ઘરમાં કેટલીક વસ્તુઓ કાઢી નાખવું જોઈએ નહીંતર ગરીબીનો વાસ થાય છે. જો તમે પણ એવું કરો છો તો જગત જનની જગદંબા જલ્દી પ્રસન્ન થશે.

ધાર્મિક ગ્રંથો અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈપણ દેવતાની તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ. જો તમારા ઘરમાં તૂટેલી મૂર્તિઓ હોય તો શારદીય નવરાત્રી પહેલા તેને ઘરમાંથી કાઢીને પવિત્ર નદીઓમાં વહાવી દેવી જોઈએ.

જો તમારા ઘરમાં જૂના ચંપલ છે જે લાંબા સમયથી રાખેલા છે, તો તેને નવરાત્રી શરૂ થતાં પહેલા કાઢી નાખવા જોઈએ. જૂના બુટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં લસણ અને ડુંગળી જેવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જો તમારા ઘરમાં લસણ, ડુંગળી અને માંસનો ઉપયોગ કરવામાં આવે છે, તો નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ આવી વસ્તુઓ ઘરમાં ન રાખો. જો શક્ય હોય તો, આખા 9 દિવસ સુધી લસણ અને ડુંગળી જેવા ખોરાક લેવાનું ટાળવું જોઈએ. નવરાત્રી દરમિયાન સાત્વિક ભોજન જ ખાવું જોઈએ.

જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ હોય તો તેને હટાવી દેવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ઘરમાં બંધ ઘડિયાળ રાખવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રી શરૂ થતા પહેલા ઘરમાંથી આવી અશુભ વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ. આ પ્રકારની વસ્તુ જીવનમાં અનેક અવરોધો ઉભા કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles