fbpx
Sunday, October 27, 2024

કુંડળીમાં હાજર શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારે કરો આ ઉપાય, ભાગ્ય પણ સાથ આપશે

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાને સમર્પિત છે. શનિવારના દિવસ શનિદેવનો માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવતાની પૂજા કરવામાં આવે છે. જેની કુંડળીમાં શનિદોષ હોય છે, એણે શનિના ઉપાય જરૂર અપનાવવા જોઈએ. માન્યતા છે કે શનિદેવ ન્યાયના દેવતા છે અને એ લોકને સારા અને ખરાબ કર્મોના ફળ આપે છે. જે ખરાબ કર્મો કરે છે એમને દંડ પણ આપે છે.

જો તમને લાગે છે કે જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ ભૂલ થઇ ગઈ છે, કોઈ ખરાબ કર્મો કર્યા છે તો શનિના પ્રકોપથી બચવા માટે શનિવારે કેટલાક ઉપાય કરી શકો છો. આ ઉપાયોને અજમાવી શનિદેવની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા માટે કયા પાંચ ઉપાયો ફળદાયી સાબિત થઇ શકે છે.

શનિવારે કરો આ 5 ઉપાય

1. જો તમે શનિવારે શમીના છોડને જળ અર્પણ કરો અને દીવામાં સરસવનું તેલ નાખીને સાંજે પ્રગટાવો તો શનિદેવ પ્રસન્ન થઈ શકે છે. કહેવાય છે કે શમીનો છોડ શનિદેવનો પ્રિય છોડ છે. આનાથી ઘરમાં સુખ અને સંપત્તિ આવશે.

2. એવું પણ માનવામાં આવે છે કે જો તમે પીપળના ઝાડને જળ અર્પણ કરો અને ઝાડની આસપાસ સાત વાર કાચો દોરો બાંધો અને પછી આ દોરાને ઝાડ પર બાંધો. આ કર્યા પછી મનમાં શનિદેવને યાદ કરો. તેનાથી તમારા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને સુખ-સમૃદ્ધિ આવશે.

3. હિન્દુ ધર્મ અનુસાર કાળો કૂતરો ભગવાન શનિનું વાહન માનવામાં આવે છે. જો તમને શનિવારે કાળો કૂતરો દેખાય છે તો તે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યારે પણ તમે કાળો કૂતરો જુઓ તો તેને ખાવા માટે રોટલી, બિસ્કિટ વગેરે આપો. આમ કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે અને તેમની કૃપા હંમેશા તમારા પર રહેશે. જો કોઈની કુંડળીમાં શનિદોષ હોય તો તેણે આ ઉપાયો અજમાવવા જોઈએ.

4. જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો આનાથી છુટકારો મેળવવા માટે આજે એટલે કે શનિવારે કાળી આખી અડદનું સેવન કરો. તેને તમારા માથા પરથી ઉલટું ફેરવી કાગડાને ખવડાવો. સાત શનિવાર સુધી આ ઉપાય સતત કરશો તો વિશેષ લાભ થશે. આજે તમે કાળી અડદની દાળનું દાન કરો. તેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

5. કેટલાક લોકોની કુંડળીમાં સાડાસાતી અને શનિ દોષ પણ કાળની જેમ ફરતા રહે છે. આ દોષોથી મુક્તિ મેળવવા માટે શનિવારે નિયમિત રીતે બીજ મંત્ર ઓમ હ્રીં શ્રી શનૈશ્ચરાય નમઃનો જાપ કરો. તેનો 108 વાર જાપ કરો, તો જ લાભ થશે. તમે શનિ મંદિરમાં જઈને આ મંત્રનો જાપ કરીને પણ શનિદેવની પૂજા કરી શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles