fbpx
Saturday, October 26, 2024

શારદીય નવરાત્રિમાં આ રીતે કરો મા દુર્ગાની પૂજા

શારદીય નવરાત્રી 15 ઓક્ટોબરથી  શરૂ થઈ રહી છે અને 23 ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રીના 9 દિવસ ખૂબ જ પવિત્ર  અને ભક્તિથી ભરેલા હોય છે. અણુ અણુ મા દુર્ગાની શક્તિનો અનુભવ થાય છે.  દેવી પુરાણમાં નવરાત્રિની પૂજાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને પૂજા કરવાથી વ્યક્તિને દેવી ભગવતીના આશીર્વાદ મળે છે અને પૂજાનું ફળ મળે છે.

આજે અમે તમને નવરાત્રી દરમિયાન દેવી ભગવતીની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવી રહ્યા છીએ. કેટલીકવાર આપણે આપણી પૂજામાં એવી ભૂલો કરીએ છીએ કે, આપણી પૂજા વ્યર્થ બની જાય છે. લાખો પ્રયત્નો પછી પણ આપણે એ પૂજાનું ફળ મેળવી શકતા નથી. નવરાત્રિની પૂજા કરતા પહેલા આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો જ આપણી આરાધના સંપૂર્ણ રીતે ફળદાયી બને છે.

નવરાત્રીના પૂજાના નિયમો

જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખો છો, તો ધ્યાનમાં રાખો કે, વ્રતના નિયમોનું સંપૂર્ણ પાલન કરરૂ જરૂરી છે. જો તમે વ્રત ન રાખી શકતા હોવ તો તમે વિધિ પ્રમાણે પૂજા પણ કરી શકો છો. જો તમારું સ્વાસ્થ્ય તમને સાથ આપતું હોય તો માત્ર નવ દિવસ જપ માળા અને પૂજનથી પણ માના આશિષ મેળવી શકાય છે.

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને તુલસી કે દુર્વા ન ચઢાવવા જોઇએ.

નવરાત્રિની પૂજામાં ઉપયોગમાં લેવાતી રોલી અથવા કુમકુમથી  પૂજા સ્થાનના બંને દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવું શુભ મનાય છે.

નવરાત્રીના દિવસોમાં દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરો. પાઠની સાથે સાથે કવચ અને કિલક અર્ગલાનો પણ પાઠ કરવો જોઈએ. જો તમે દરરોજ પ્રકરણ 1 થી 13 અધ્યાનના પાઠ નથી કરી શકતા તો , તો દરરોજ એક ચરિત્રનો પાઠ કરો. સપ્શતીને  3 ચરિત્રમાં  વહેંચામાં આવે છે: પ્રથમ, મધ્યમા અને ઉત્તમ.

નવરાત્રી દરમિયાન નવ કન્યાઓને ભોજન અચૂક કરાવો. નવરાત્રિ દરમિયાન  નવ કન્યાઓને નવદુર્ગા માનીને તેમની પૂજા કરો અને તેમને ભોજન કરાવો તેમજ તેમને શૃંગારની વસ્તુઓ ભેટ આપીને સન્માનભેર વિદાય આપો.

નવરાત્રિ દરમિયાન દરરોજ દેવી દુર્ગાને ફળ ચઢાવો. આ ફળ અર્પણ કર્યા પછી, તેને બાળકીઓમાં વહેંચો દો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles