fbpx
Friday, December 27, 2024

નવરાત્રિ પહેલા કળશની સ્થાપના થાય છે શા માટે, જાણો તેનું મહત્વ

આ દિવસોમાં દેશભરમાં શ્રાદ્ધ ચાલી રહ્યું છે અને 14 ઓક્ટોબર સમાપ્ત થશે. ત્યારબાદ 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો તહેવાર શરૂ થશે. જેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે.

નવરાત્રિના 9 દિવસો દરમિયાન મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ નવરાત્રિ પહેલા ઘટસ્થાપના કરવા માટે કળશની સ્થાપના કરવાની પરંપરા છે. આજે અમે તમને આ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો જણાવી રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

કળશને પવિત્ર માનવામાં આવે છે

તમને જણાવી દઈએ કે, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃતથી ભરેલો કળશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. આ કારણથી હિંદુ ધર્મમાં દરેક શુભ કાર્યમાં કળશની પૂજા કરવામાં આવે છે અને કળશને પવિત્ર માનવામાં આવે છે.

કળશમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે

હિન્દુ ધર્મમાં, શુભ કાર્યો દરમિયાન, શુદ્ધ પાણીથી કળશ ભરીને તેની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે તેમાં દેવતાઓ નિવાસ કરે છે.

સુખ અને સમૃદ્ધિનું પ્રતીક

હિંદુ ધર્મમાં કળશને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે લક્ષ્‍મી અને કુબેર જેવા અનેક દેવતાઓના ચિત્રોમાં સોનાના સિક્કાઓથી ભરેલો વાસણ બતાવવામાં આવ્યો છે.

નવરાત્રિ પહેલા કળશની સ્થાપના કરવી મહત્ત્વપૂર્ણ છે જેથી નવરાત્રિના 9 દિવસોમાં દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય અને તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles