આચાર્ય ચાણક્યના નીતિગ્રંથ ‘અર્થશાસ્ત્ર’ અને ‘ચાણક્ય નીતિ’ આજે પણ લોકોનું માર્ગદર્શન કરે છે. તેમની નીતિઓ અને વિચાર કઠોર હોઈ શકે છે, પરંતુ તે જીવનની હકીકત અને વ્યવસાયિક યોજનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાણક્યએ પોતાની નીતિઓમાં સામાજિક અને રાજનીતિક જીવન વિશે ઊંડો અભ્યાસ કર્યો હતો. આચાર્ય ચાણક્યને અર્થશાસ્ત્ર, કૂટનીતિ અને રાજનીતિના આઇડલ માનવામાં આવે છે.
તેમણે પોતાના જીવન દરમિયાન ભારતીય ઇતિહાસમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી છે. તેમણે જણાવ્યું છે કે જીવનમાં ખરાબ સમય શરુ થવાનો હોય ત્યારે કેટલાક સંકેતો મળે છે, જેની પર ધ્યાન રાખવું જરૂરી છે અને તેનાથી સાવચેત રહેવું પણ જરૂરી છે.
તુલસીનો છોડ સૂકાવો
ચાણક્ય નીતિ અનુસાર, તુલસીનો છોડ સુકાઈ જવો ભવિષ્યમાં આર્થિક સંકટનો સંકેત છે. જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે. દરેક ઘરના આંગણે તુલસીનો છોડ જોવા મળે છે. દરરોજ તુલસીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે. ચાણક્ય નીતિ અનુસાર, જો તુલસીનો છોડ સંપૂર્ણ સંભાળ રાખવા છતાં સુકાઈ જાય, તો આંખ આડા કાં કર્યા બદલ સાવધાન થઈ જાવ.
કારણ વિના ઘરમાં કંકાસ થવો
ચાણક્ય નીતિ અનુસાર, કારણ વગર ઘરમાં ઝઘડા અને કંકાસ થાય તે આર્થિક સંકટનો સંકેત હોઈ શકે છે. કંકાસથી ઘરની સુખ-શાંતિ ડહોળાય છે. તેમજ દરેક કામમાં અવરોધો ઉભા થાય છે. તમારું કામ બગડે છે. ઘણી વખત આવી ઘટનાઓ ગ્રહ, દોષના કારણે પણ થાય છે. જો તમારી સાથે આવી ઘટનાઓ થઈ રહી હોય, તો તરત જ સતર્ક થઇ જવું જોઈએ. નહિંતર તમારે નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વારંવાર કાચ તૂટવા
ઘરના કાચ વારંવાર તૂટવા એ નાણાંકીય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. ચાણક્ય નીતિ અનુસાર, કાચ તૂટવો એ દુર્ભાગ્યની નિશાની અને ગરીબીનો પણ સંકેત હોઈ શકે છે. જો તમારા ઘરમાં વારંવાર કાચ તૂટતો હોય તો તમારે સાવધાન રહેવું જોઈએ, જેથી આર્થિક પરેશાનીઓથી બચી શકાય. તેમજ તૂટેલા કાચમાં તમારા ચહેરાને ન જુઓ, જે તમારા ભવિષ્યને પીડાદાયક બનાવી શકે છે.
વડીલોનો તિરસ્કાર
વડીલોનું સન્માન કરવું અને તેમની સાથે સારો વ્યવહાર કરવો ખૂબ જરૂરી છે. ચાણક્ય નીતિ અનુસાર, જેઓ વડીલોનો તિરસ્કાર કરે છે, તેમને જીવનમાં આર્થિક અને આધ્યાત્મિક સંકટનો સામનો કરવો પડે છે. તેથી આપણે હંમેશા વડીલોનો આદર કરવો જોઈએ. આ આપણી સંસ્કૃતિ અને નૈતિકતાની ઓળખ છે. વડીલોની સલાહ અને અનુભવો આપણને જીવનની તમામ સમસ્યાઓનો નિવેડો લાવવામાં મદદ કરે છે. તેમણે ભણાવેલા પાઠ આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. તેનાથી આપણને આત્મિક અને સામાજિક સુખ-શાંતિ મળે છે.
ઘરે પૂજા-પાઠ ન કરવા
ચાણક્ય નીતિ અનુસાર, જે ઘરમાં દેવી-દેવતાઓનો આદર ન થતો હોય અને પૂજા-પાઠ ન થતા હોય, ત્યાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો. પરિણામે ઘરમાં હંમેશા ઝઘડા થયા કરે છે. તેમજ પરિવારને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં પણ આવું થઈ રહ્યું છે, તો ઘરમાં નિયમિત પૂજા-પાઠ કરવા જોઈએ. પૂજા કરવાથી વ્યક્તિગત અને સામાજિક સુખ મળે છે. પૂજા-પાઠ કરવાથી માત્ર નાણાંકીય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)