શારદીય નવરાત્રી 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે. નવરાત્રીની શરૂઆત સાથે જ દેવી શક્તિ દુર્ગાના નવ અવતારની વિધિવત પૂજા કરવામાં આવશે.
આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે, જે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક છે. નવરાત્રી દરમિયાન લોકો દેવી દુર્ગાના અપાર આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરતા હોય છે. તમે પણ નવરાત્રી દરમિયાન સોપારી પાનના ખાસ ઉપાય કરીને ધન-સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો.
આર્થિક સ્થિતિને મજબૂત કરવા
નવરાત્રીની શરૂઆતથી, આગામી 5 દિવસ સુધી દરરોજ મા દુર્ગાને એક પાન અર્પિત કરો અને તેમને અર્પણ કરતા પહેલા, મા દુર્ગાના બીજ મંત્ર, ‘ઓમ ઐં હ્રીં ક્લીમ ચામુંડાય વિચ્છે’ અથવા ‘હ્રીમ’ લખો. ત્યારબાદ આ પાન માતાજીને અર્પણ કરો. સતત પાંચ દિવસ માટે પાન અર્પણ કરવો. ત્યારબાદ નોમના દિવસે આ બધા પાન એકઠાં કરીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી કે ત્યાં ધન-નાણાં રાખતા હોવ ત્યાં મૂકી દો.
નોકરી અને વેપાર-ધંધામાં સફળતા માટે
જો નોકરીમાં કોઈ પ્રકારની સમસ્યા રહેતી હોય અને વેપાર – ધંધામાં સતત નુકસાન થતું હોય તો નવરાત્રીમાં સાંજના સમયે માતા દુર્ગાને પાનનું બીડું અર્પણ કરો. પાનનો આ ઉપાય કરવાથી તમને ફાયદો થશે.
દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા
જો તમારે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એક પાન લઇને તેની બંને બાજુ સરસવનું તેલ લગાવો. ત્યારબાદ આ પાન સાંજના સમયે માતાજીને અર્પણ કરો. ત્યારબાદ આ પાન તમે જ્યારે ઉંઘવા જાવ ત્યારે પોતાની પાસે રાખી લો. બીજા દિવસે સવારે જાગો ત્યારે આ પાનને માતા દુર્ગાના મંદિરની પાછળ મૂકી દો.
નકારાત્મક ઉર્જા દૂર કરવા
ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાને પાનમાં થોડુંક કેસર અર્પણ કરો. ઉપરાંત દુર્ગા સ્તોત્ર અને દુર્ગા નામાવલિનો પાઠ કરો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)