પતિ પત્ની વચ્ચે ઝગડો વધી ગયો તો વાત મારપીટ સુધી પહોંચી ગઈ.
પત્ની વેલણ લઈને પતિ પાછળ દોડી તો
પતિ ફટાફટ કબાટમાં જઈને સંતાઈ ગયો.
પત્ની વેલણથી કબાટનો દરવાજો ખખડાવતા બોલી : બહાર નીકળો.
અંદરથી પતિ બોલ્યો : હું નહિ નીકળું.
પત્નીએ જોરથી બુમ પાડતા કહ્યું : મેં કીધું ને બહાર નીકળો,
તો ચુપચાપ બહાર નીકળી જાવ.
પતિએ પણ કબાટમાંથી બુમ પાડતા કહ્યું : નહિ નીકળું.
જોર જોરથી આવતા અવાજ સાંભળીને પાડોશીઓ પણ ત્યાં આવી ગયા,
અને પૂછવા લાગ્યા શું થયું?
પત્નીએ ચિડાઈને પાડોશીઓને કહ્યું : આ ડરપોક માણસ કબાટમાં સંતાઈ
ગયો છે, એને કહી દો ચુપચાપ બહાર નીકળે નહિ તો….
પતિ અંદરથી જોરમાં બોલ્યો : નહિ નીકળું, નહિ નીકળું.
આજે આખા મહોલ્લાને ખબર પડવી જોઈએ કે ઘરમાં કોની મરજી ચાલે છે.
😅😝😂😜🤣🤪
પ્રશ્ન : ગુરુદેવ લગ્ન કેટલા જન્મનું બંધન છે?
ગુરુદેવ : તે તો તમારા ઉપર આધાર રાખે છે,
બધું સારું ચાલી રહ્યું હોય,
તો સમજો કે ૬ જન્મ બાકી છે.
અને જો બધું ગડબડ છે,
તો સમજો કે ૬ જન્મ નીકળી ગયા,
આ છેલ્લો છે કાઢી નાખો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)