પાપાકુંશા એકાદશી દર વર્ષે અશ્વિન માસની શુક્લ પક્ષની તિથિના રોજ ઉજવવામાં આવ છે. આ વર્ષે પાપાકુંશા એકાદશી 25 ઓક્ટોબરે પડી રહી છે. એકદાશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શાહિત માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત રાખવાથી વિવિધ કર્યોમાં સફળતા પણ મળે છે. પાપાકુંશા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.
માટે ભક્તો શ્રદ્ધાપૂર્વક એકાદશીની તિથિએ નારાયણની પૂજા કરે છે. તો ચાલો જાણીએ પાપાકુંશા એકાદશીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ…
એકાદશીનું શુભ મુહૂર્ત
અશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશીની તિથિ 24 ઓક્ટોબર બપોરે 3.14 વાગ્યે શરુ થશે અને 25 ઓક્ટોબર બપોરે 12.32 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે ઉદય તિથિ અનુસાર, પાપાકુંશા એકાદશી 25 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
પાપાકુંશા એકાદશી પૂજા પદ્ધતિ
પાપાકુંશા એકાદશીની તિથિએ બ્રહ્માબેલામાં જાગીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને ઉપવાસનો સંકલ્પ કરો. તમારી દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી, ગંગા જળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. આચમન કરીને તમારી જાતને શુદ્ધ કરો. આ દિવસે પીળા વસ્ત્રો પહેરો અને સૂર્યની પૂજા કરો. આ પછી પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા રંગના ફળ, ફૂલ અને મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો. પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને મંત્રોનો જાપ કરો. અંતે આરતી કરો. આખો દિવસ ઉપવાસ રાખો. રાત્રે આરતી કરો અને ફળ ખાઓ. બીજા દિવસે, પૂજા પૂર્ણ કરીને તમારો ઉપવાસ તોડો.
પારણાનો સમય
પાપાકુંશા એકાદશીના વ્રત પારણાંનો સમય 26 ઓક્ટોબરના રોજ સવારે 6:28 વાગ્યાથી છે. જે સવારે 08:43 સુધી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)