શારદીય નવરાત્રિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિના પાવન પર્વની ભક્તો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે 15 ઓક્ટોબરના રોજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થશે. નવરાત્રિના દસમા દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે, જેને વિજયાદશમી કહેવાય છે.
શા માટે ઉજવવામાં આવે છે વિજ્યાદશમી?
નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિના દસમા દિવસે દેવી દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, માતા દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે એટલે કે વિજયાદશમીના દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી જ વિજયાદશમી ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમી 23 ઓક્ટોબરે હોવાથી માતા દુર્ગાનું તે દિવસે વિસર્જન કરવામાં આવશે.
વિજ્યાદશમીનુ શુભ મુહૂર્ત
નક્ષત્રને જોઇને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે આ દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. સર્વના નક્ષત્રમાં માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે. 23 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યેને 40 મિનિટથી લઇને રાત્રે 2 વાગ્યેને 46 મિનિટ સુધી સર્વના નક્ષત્ર છે, તેથી 23 ઓક્ટોબરે જ વિજ્યાદશમી ઉજવવામાં આવશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)