fbpx
Saturday, January 11, 2025

નવરાત્રિમાં દરરોજ આ 2 શબ્દો બોલો, મા દુર્ગા કરશે બેડોપર

શારદીય નવરાત્રીનો આરંભ થઇ ચુક્યો છે. નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની એટલે કે હેલા દિવસે શૈલપુત્ર, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરવાનું વિધાન છે.

શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના ઉપાયો સાથે મંત્ર, ચાલીસા, દુર્ગા સપ્તશી વગેરેનો પાઠ કરલામાં આવે છે. આ ઉપરાંત તમે ઇચ્છો તો શારદીય નવરાત્રી દરમિયાન દરરોજ આ બે શબ્દો બોલો. દેવીભાગવત પુરાણ અનુસાર, આ બે શબ્દોનો જાપ કરવાથી વ્યક્તિને દરેક કષ્ટથી મુક્તિ મળે છે. સાથે જ તેના જીવનમાં ખુશહાલી આવે છે.

નવરાત્રીમાં દરરોજ બોલો આ 2 શબ્દ
દેવી ભાગવત પુરાણ અનુસાર, ઘણા અન્ય પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, નવરાત્રી દરમિયાન નિયમિત રૂપે આ બે શબ્દો બોલવા જોઇએ. તેને બોલવાથી વ્યક્તિને દરેક દુખથી છૂટકારો મળે છે અને જીવનમાં ખુશહાલી આવે છે. તેથી નવરાત્રી દરમિયાન દરરોજ દિવસમાં એક કે અનેક વાર ‘રિદ્ધિ સિદ્ધિ’ બોલવું જોઇએ. આ બે નામનો જાપ કરવાથી મા દુર્ગા સાથે ભગવાન ગણેશ પણ પ્રસન્ન થાય છે.

જણાવી દઇએ કે ભગવાન ગણેશની બંને પત્નીઓનું નામ રિદ્ધિ-સિદ્ધિ છે. તેથી આ બંને નામનો જાપ કરવાથી વ્યક્તિને દરેક કષ્ટમાંથી છુટકારો મળી જાય છે. રોગ દોષ અને ભયથી છુટકારો મળવાની સાથે જીવનમાં ખુશહાલી આવે છે. આ સાથે જ બિઝનેસ, કરિયરમાં અપાર સફળતા સાથે ધન લાભ પણ થાય છે.

દરરોજ કરો ગાયત્રી મંત્રનો જાપ
દેવી ભાગવત પુરાણના 11મા સ્કંધમાં કહેવામાં આવ્યું છે કે, દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવે છે. આ સાથે જ જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેના ખરાબ વિચાર, ભય દૂર થાય છે. મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે.

ૐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો
દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ ॥

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles