મહાશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે. નવરાત્રીમાં દેવીના નવ સ્વરૂપોના દર્શન અને પૂજા સાથે દાંડિયા અને ગરબા પણ રમવામાં આવે છે. ગુજરાતના આ લોક નૃત્યનું સીધું કનેક્શન માતા દુર્ગા સાથે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રીમાં આ નૃત્ય સાધનાથી ભક્તો દેવીને પ્રસન્ન કરે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
દાંડિયા નૃત્યમાં જયારે ભક્તો દાંડિયા રમે છે જેનાથી દેવીની આકૃતિનુ ધ્યાન કરવામાં આવે છે. જે સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
નૃત્ય પહેલા કરે છે દેવીનું દયાન
દાંડિયા અથવા ગરબા પહેલા દેવીની પૂજા થાય છે. ત્યાર બાદ એમની તસ્વીર અથવા પ્રતિમા સામે માટીના કળશમાં છિદ્ર કરી દીવો પ્રગટાવવામાં આવે છે. ત્યાર બાદ એમાં ચાંદીનો સિક્કો નાખો. આ દીપની રોશનીમાં ભક્તો ગરબા નૃત્ય કરે છે.
પોઝિટિવ ઉર્જાનો થાય છે સંચાર
એવું કહેવામાં આવે છે કે દાંડિયા નૃત્ય સમયે જે આવાસ આવે છે એનાથી પોઝિટિવ એનર્જી આવે છે. એ ઉપરાંત જીવનમાંથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. એવી જ રીતે મહિલાઓ ગરબા રમતી સમયે ત્રણ તાળીઓનો પ્રયોગ કરે છે, જેનાથી સકારાત્મક ઉર્જા મળે છે.
પૌરાણિક પરંપરા
નવરાત્રીમાં દાંડિયા ગરબા રમવું કોઈ નવી પરંપરા નથી. પૌરાણિક સમયથી જ નવરાત્રીના નવ દિવસ ગરબા રમવામાં આવે છે. જો કે આનો ઇતિહાસ રાજસ્થાન ગુજરાત સાથે છે. પરંતુ દેવીમાના ભક્તો આખા દેશમાં છે માટે દેશભરમાં સામુહિક આયોજન કરવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)