fbpx
Friday, October 25, 2024

નવરાત્રિના છઠ્ઠા દિવસે કરો મા કાત્યાયનીની પૂજા, જાણો પૌરાણિક કથા અને મંત્ર

છઠ્ઠા દિવસે નવદૂર્ગાના છઠ્ઠા સ્વરુપ એટલે કે મા કાત્યાયનીની પૂજા-અર્ચના થાય છે. કાત્યાયન ઋષિના ત્યાં જન્મ થયો હોવાથી માતાને કાત્યાયની તરીકે ઓળખવામાં આવે છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે. તેમનો રંગ સોના જેવો તેજસ્વી છે, અને તેમના ચાર હાથોમાંથી ઉપરના ડાબા હાથમાં તલવાર અને નીચેના ડાબા હાથમાં કમળનું ફૂલ છે.

દેવી માતાની પૂજાએ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ લાંબા સમયથી લગ્ન સંબંધની શોધ કરી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સારો સંબંધ નથી મળી રહ્યો. જો તમે પણ આવી સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે આજે મા કાત્યાયનીની પૂજા કરીને લાભ અવશ્ય કરવો જોઈએ. પૂજા દરમિયાન દેવી માતાના આ મંત્રનો જાપ કરો.

सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यम्बिके गौरी नारायणी नमोस्तुते।

કન્યાના લગ્ન માટે કરો કાત્યાયની દેવીની પૂજા
એવું કહેવાય છે કે ગોપીઓએ પણ માતા કાત્યાયનીની પૂજા કરી હતી અને તેમને ભગવાન શ્રી કૃષ્ણ પતિ સ્વરુપે મળ્યા હતા. માતા કાત્યાયનીની પૂજા જો કુંવારી છોકરી કરે તો તેને શ્રેષ્ઠ પતિ મળે છે. તે માટેનો મંત્ર નીચે મુજબ છે.

‘ऊँ क्लीं कात्यायनी महामाया महायोगिन्य घीश्वरी,
नन्द गोप सुतं देवि पतिं मे कुरुते नमः।।’

માતા કાત્યાયનીને પ્રિય ભોગ
માતા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય છે. તેથી તેમને આજના દિવસે મધ અર્પણ કરવું ખૂબ જ શુભ રહેશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles