સનાતન ધર્મમાં પૂર્ણિમાનું ખુબ મહત્વ છે. વિશેષ રીતે જયારે શરદ પૂર્ણિમાના દિવસનું અલગ જ મહત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મી પ્રકટ થઇ હતી. આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે.
પૂર્ણિમાની તિથિના દિવસે વિધિ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરવામાં આવે છે. જો જાતક માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગે છે તો પૂર્ણિમા તિથિના દિવસે સરળ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બધા દુઃખ દૂર કરે છે.
આ રીતે કરો લક્ષ્મી સ્તોત્રનો પાઠ
જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો પછી શરદ પૂર્ણિમાના દિવસે લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. એના માટે શરદ પૂર્ણિમાની રાતે સમય પર સ્નાન કર્યા બાદ એક ચોકી પર લાલ વસ્ત્ર પર માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરો. એમની વિધિ વિધાન પૂર્વક પૂજા આરાધના કરવી જોઈએ. ત્યાર બાદ લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. જો તમે આવું કરો છો તો એનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધન સબંધિત તમામ પરેશાનીઓ દૂર થાય છે. ભક્તોને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે.
શરદ પૂર્ણિમાની રાતે અમૃત વર્ષા
આ ઉપરાંત તમે શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને પાનનું પાંદડું અર્પિત કરો તો એનાથી માતાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અર્પિત કરેલ પાનનું પાંદડું પ્રસાદ રૂપે ગ્રહણ કરો. એ ઉપરાંત માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાતે ચંદ્રની કિરણોથી અમૃત વર્ષા થાય છે. માટે શરદ પૂર્ણિમાની રાતે ખીર બનાવી એને ખુલા આકાશ નીચે રાખવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીને ભોગ લગાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)