શનિદેવ કર્મનું ફળ આપનાર છે. જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનને સુખ-સમૃદ્ધિથી ભરી દે છે. પરંતુ જ્યારે શનિ દેવ નારાજ થાય છે તો જીવનમાં ઘણી પરેશાનીઓ ઊભી થાય છે. શનિની જેમ રાહુ અને કેતુને પણ ક્રૂર ગ્રહો માનવામાં આવ્યા છે. આ વર્ષે દિવાળી પહેલા આ ત્રણેય ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાના છે.
રાહુ અને કેતુ 30 ઓક્ટોબર 2023 ના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. રાહુ મીન રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 4 નવેમ્બર 2023 થી શનિ માર્ગી થશે. રાહુ કેતુનું ગોચર અને શનિની સીધી ચાલ 4 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. આ લોકોના જીવનમાં ધન અને સુખનો વધારો થશે. આ રાશિના લોકોના જીવનમાં દિવાળી પહેલા જ માતા લક્ષ્મીની પધરામણી થઈ જશે.
શનિ, રાહુ અને કેતુ આ રાશિઓને કરશે લાભ
મેષ રાશિ
શનિનું માર્ગી થવું અને રાહુ અને કેતુનું ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. આ સમય દરમિયાન તમે નવું કામ શરૂ કરી શકો છો. દરેક કામમાં તમને સફળતા મળશે. તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો. આવક વધી શકે છે.
વૃષભ રાશિ
શનિ અને રાહુ કેતુની સ્થિતિમાં પરિવર્તનથી વૃષભ રાશિના લોકોની તમામ સમસ્યાઓનો અંત આવશે. જો આ રાશિના લોકોની લવલાઈફમાં સમસ્યા હતી તો તે હવે દુર થશે. નવી નોકરી, પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
મિથુન રાશિ
શનિનું માર્ગી થવું મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. ધંધો સારો ચાલશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. પૂજા-પાઠમાં રસ વધશે. ધનની આવક થશે. કાર્યસ્થળ પર સ્થિતિ ફાયદાકારક રહેશે.
ધન રાશિ
ધન રાશિના લોકોનું નસીબ પણ દિવાળી પહેલા ચમકશે. આ લોકોને તેમના કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રમોશન મળવાની શક્યતા છે. જૂના રોગથી રાહત મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)