fbpx
Saturday, October 26, 2024

મહાઅષ્ટમી પર લવિંગ-કપૂરના અચૂક ઉપાય કરો, પ્રાપ્ત થશે અપાર ધન

હાલ મા આદિશક્તિની ઉપાસનાનો મહાપર્વ શારદીય નવરાત્રી ચાલી રહી છે. આજે 22 ઓક્ટોબર 2023એ નવરાત્રીની અષ્ટમી તિથિ છે. નવરાત્રીની અષ્ટમી તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી તેને મહાઅષ્ટમી અને દુર્ગા અષ્ટમી પણ કહેવામાં આવે છે. નવમી તિથિએ નવરાત્રી સમાપ્ત થતા પહેલા અષ્ટમીના દિવસે દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

જો આ દિવસે મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાય કે ટોટકા કરવામાં આવે તો આખુ વર્ષ વ્યક્તિને ધનની કમી નથી થતી.

નવરાત્રીની મહાઅષ્ટમીએ કરો લવિંગ-કપૂરના ટોટકા

નવરાત્રીમાં લવિંગ અને કપૂરના ઉપાયો કરવાથી ખૂબ જ લાભ થાય છે. આમ તો મા દુર્ગાની પૂજામાં લવિંગ અને કપૂરનો ઉપયોગ થાય છે પરંતુ આ ઉપરાંત લવિંગ અને કપૂરના ટોટકા કરવા તમારી દરેક સમસ્યા દૂર કરી શકે છે. ચાલો જાણીએ કે નવરાત્રીમાં લવિં-કપૂરના ટોટકા કેવી રીતે કરવા.

મહાઅષ્ટમીના દિવસે માતા દુર્ગાને લવિંગની માળા અને લાલ ગુલાબની માળા અર્પણ કરો. આમ કરવાથી માતાજી તમારી બધી સમસ્યાઓ દૂર કરશે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ કરશે.

જો તમારા બધા પ્રયત્નો કરવા છતાં પણ તમને તમારા કામમાં સફળતા ન મળી રહી હોય તો નવરાત્રીની અષ્ટમી તિથિ પર ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવમી તિથિ પર પણ કરો આ ઉપાય, આનાથી તમારા જીવનમાં આવનારી તમામ બાધાઓ દૂર થશે અને તમને સફળતા મળશે.

નવરાત્રીની અષ્ટમી તિથિ પર કપૂર સાથે મા દુર્ગાની આરતી કરો. પછી આ કપૂર આરતીને આખા ઘરમાં ફેરવો, આ ઉપાય તમારા ઘરને સકારાત્મકતાથી ભરી દે છે અને ગરીબોને પણ અમીર બનાવી શકે છે.

જો તમારુ ધન ક્યાંક અટવાયેલું હોય અથવા તમારા હાથમાં પૈસા ન ટકતા હોય તો ડૂબેલું ધન મેળવવા માટે નવરાત્રીની અષ્ટમી તિથિ પર ગુલાબના ફૂલમાં કપૂર સળગાવીને મા દુર્ગાને અર્પણ કરો. તેનાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે. ઉપરાંત, તમારી આર્થિક સ્થિતિ ઝડપથી મજબૂત થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles