fbpx
Thursday, December 26, 2024

દશેરાના દિવસે કરો આ 5 કામ, ખુલશે ભાગ્યના દરવાજા

દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરા-વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, ભગવાન રામે આ દિવસે અભિમાની રાવણનો વધ કર્યો હતો. આ તહેવારને અધર્મ પર ધર્મની જીત માનવામાં આવે છે. આ જ કારણ છે કે નવ દિવસ સુધી રામલીલાના મંચન બાદ દર વર્ષે દશમના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.

આ દિવસે રાવણ, તેના ભાઈ કુંભકર્ણ અને પુત્ર ઇન્દ્રજિતના પૂતળાનું દહન કરવામાં આવે છે.

હિંદુ પંચાંગ અનુસાર, આ વર્ષે દશેરાનો તહેવાર 24 ઓક્ટોબર, 2023, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી પર અસત્યને ખતમ કરીને સત્યની એક નવી શરૂઆત કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર વિજયાદશમીના દિવસે જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. જેથી તમારું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. આખું વર્ષ વ્યક્તિના જીવનમાં સુખ અને સૌભાગ્ય જળવાઇ રહે છે. તો આવો જાણીએ રાવણ દહન માટેનો શુભ સમય શું છે અને આ દિવસે ક્યા ઉપાયો કરવા જોઇએ.

રાવણ દહન કરવાનું શુભ મુહૂર્ત

દશેરા પર દેશભરમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. તેને અધર્મ પર ધર્મની જીત માનવામાં આવે છે, આ વખતે રાવણ દહન 24 ઓક્ટોબર, 2023 અને મંગળવારના રોજ કરવામાં આવે છે. શુભ મુહૂર્ત સાંજે 5 વાગ્યાને 43 મિનિટ બાદથી રહેશે.

દશેરા પર કરો આ શુભ ઉપાય

દાનનું છે ખાસ મહત્વ

આર્થિક તંગી, દેવું કે કોઈ પણ પ્રકારની બીમારીથી પરેશાન હોય તો દશેરાના દિવસે દાન જરૂર કરો. મંદિરમાં જઈને સફાઈ કરો. આમ કરવાથી જીવનમાં ધનની કમી નહીં થાય. આ ઉપરાંત તમારું નસીબ પણ ચમકવા લાગે છે. તેમજ તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર કરવા માટે તમારા માથા પરથી એક આખું નારિયેળ ઉતારીને રાવણ દહનની અગ્નિમાં નાખી દો. તેનાથી તમામ દુઃખોનો અંત આવશે.

રાવણ દહનની રાખ લઇને આવો

માન્યતાઓ અનુસાર, રાવણના પુતળાનું દહન કર્યા બાદ તેની રાખ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાખને તમારા ઘરની તિજોરીમાં રાખવી જોઈએ. તેનાથી બરકત વધે છે. તેમજ આવકના નવા સ્ત્રોતો પણ ઊભા થાય છે. આ રાખ ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે. તેનાથી તમારું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે. તમને એક વર્ષ સુધી કોઈ દુખાવો અને રોગ નહીં થાય.

નીલકંઠ પક્ષીના દર્શન

જો દશેરાના દિવસે કોઈ નીલકંઠ પક્ષીને જુએ છે, તો સમજવું કે તમારો આવનારો સમય શુભ રહેશે. તે જીવનમાં દુ:ખોનો અંત સૂચવે છે. માન્યતા છે કે, ક્યાંક નીલકંઠ પક્ષી દેખાય તો અટકેલા કામ પૂરા થઈ જાય છે. નીલકંઠ પક્ષીને ગમે ત્યાં જૂઓ તેને પ્રણામ કરવા જોઈએ.

અપરાજીતાના છોડની પૂજા

વિજયાદશમીના દિવસે અપરાજીતાના છોડની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા દુશ્મનોનો નાશ થશે. દુશ્મનો દ્વારા તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો નિષ્ફળ થશે. આ દિવસે વિધિ વિધાનથી છોડની પૂજા કરો.

શમીના છોડની પૂજા

શમીનો છોડ ભગવાન શિવ માટે ખાસ માનવામાં આવે છે. સાથે જ કુંડળીમાં શનિ દોષની અસરને ઘટાડે છે. તેથી દશેરાના દિવસે શમીના છોડની પૂજા જરૂર કરવી જોઈએ. આમ કરવાથી તમને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles