સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ છે. દરેક વ્યક્તિના જીવનમાં ખરાબ સમય બાદ સારા સમયની શરૂઆત થાય છે. વ્યક્તિ ખરાબનો ખરાબ સમય આવે, તે પહેલાં વ્યક્તિને ઘણા સંકેતો જોવા મળે છે. આ જ રીતે, સારો સમય આવતા પહેલાં જ વ્યક્તિને કેટલાક શુભ સંકેતો મળી જાય છે.
ધાર્મિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે, જેમના પર માતા લક્ષ્મી મહેરબાન હોય છે, તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી.
જ્યોતિષીય ગણતરી મુજબ, જે લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે, તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિની કમી નથી રહેતી. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પહેલાં કેટલાક મોટા સંકેતો પણ આપે છે.
વ્યક્તિનો સારો સમય શરૂ થાય, તે પહેલાં તેને અનેક સંકેતો મળવા લાગે છે. સૌથી મોટો સંકેત વ્યક્તિના સારા સપનાને માનવામાં આવે છે. સ્વપ્નમાં વ્યક્તિને ભગવાનના દર્શન થાય અથવા તો વૃક્ષો, છોડ અને હરિયાળી જેવી વસ્તુઓ દેખાય, તો આ વસ્તુઓને શુભ સંકેત ગણવો જોઈએ.
કહેવાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય ત્યારે તેના મનમાં ઉત્સાહ જોવા મળે છે. વ્યક્તિ ખુશ રહેવા લાગે છે. તેની અંદર ઊર્જા અને સુખનો સંચાર થાય છે. એવું પણ માનવામાં આવે છે કે, સારો સમય આવે તે પહેલાં ઘરની આસપાસનાં વૃક્ષો અને છોડ લીલાંછમ થઈ જાય છે. ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને હર્યોભર્યો થવા લાગે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમને દરેક જગ્યાએથી સન્માન મળવાનું શરૂ થઈ જાય અને જો લોકો તમારી પ્રશંસા કરવા લાગે છે, તો સમજી લો કે તમારો સારો સમય શરૂ થવાનો છે. એવું પણ કહેવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં, વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવે છે. ભવિષ્ય વિશેની અનેક પ્રકારની કલ્પનાઓ મનમાં ચાલવા લાગે છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્વજન્મ જેવા સંકેતો મળવા લાગે છે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)