દિવાળીના બીજા દિવસે સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે શિપ્રા તેમજ સોમકુંડમાં પર્વ સ્નાન થાય છે. માન્યતા છે કે સોમવતી અમાસ પર સોમતીર્થ સ્થિત સોમકુંડમાં સ્નાન તથા ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન પૂજનથી મનુષ્યને અશ્વેમેધ યજ્ઞ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ વર્ષે તિથિઓની ઘટ વધના કારણે દિવાળી ચતુર્દશીના દિવસે પ્રદોષ કાળમાં ઉજવાશે.
પંચાગીય ગણના અનુસાર 12 નવેમ્બર રવિવારના દિવસે સવારે ચતુર્દશી તથા સાંજે પ્રદોષકાળમાં અમાસ રહેશે. 13 નવેમ્બર સોમવારે સવારે સૂર્યોદયના સમય સુધી અમાસની તિથિ હોવાથી સોમવતી અમાસનો યોગ બની રહ્યો છે.
સોમવતી અમાસનો સંયોગ
કારતક માસમાં તીર્થ સ્નાનનું વિશેષ મહત્વ છે. એવામાં કારતક કૃષ્ણ અમાસ પર સોમવતી સંયોગ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દેશભરમાં શ્રદ્ધાળુ શિપ્રા તેમજ સોમકુંડમાં સ્નાન માટે ઉજ્જેન પહોંચે છે. સ્નાન ઉપરાંત દાન પુણ્ય તથા સંધ્યા કાળમાં દીપદાન કરે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)