એક માણસે પોતાની પત્નીને સવારે 9 વાગ્યે બેંકની લાઈનમાં
ઉભી રાખી દીધી અને પોતે ઓફિસ જતો રહ્યો.
સાંજે જયારે પતિ પાછો આવ્યો તો પત્ની બોલી,
તડકામાં ઉભી રહીને બે વાગ્યે બેંકના દરવાજામાં પહોંચી,
પછી ત્રણ વાગ્યે કેશિયર સામે પહોંચી,
મને ઉભી રાખીને તે ચા પીવા જતો રહ્યો,
પછી અડધો કલાક પછી આવ્યો ખુરસી પર બેઠો અને બોલ્યો,
‘સોરી મેડમ પૈસા નથી.’
પત્ની આગળ બોલી : તમારી કસમ મારું મોઢું મરચું ખાધા જેવું થઈ ગયું હતું,
મારા શરીરમાં જાણે કે આગ લાગી ગઈ હતી,
આખો દિવસ રડી… પરેશાન થઇ,
ઘરનું બધું કામ છોડીને ભૂખી-તરસી આટલા કલાક સુધી ઉભી રહીને પગ દુ:ખાડ્યા,
અને અંતે જવાબ શું મળ્યો??? પૈસા નથી…!!
પતિ ગુસ્સો કરતા બોલ્યો,
અને તું ગાંડાની જેમ એમ જ આવી ગઈ? તેનું કાંઈ કરી નહિ શકી?
મારી પર અત્યાર સુધી 15 વેલણ તોડી ચુકી છે,
ઓછામાં ઓછું તેના પર એક વેલણ તોડીને આવતે તો તેને ખબર પડતે.
પછી પત્ની એકદમ ધીરજથી બોલી, વેલણ તો આજે પણ એક તૂટશે,
કારણ કે પૈસા બેંકમાં નહિ પણ તમારા ખાતામાં નહિ હતા.
😅😝😂😜🤣🤪
પપ્પુ : ટપ્પુ તને ખબર છે, પત્નીઓ
પોતાના સંસ્મરણોના પુસ્તકો લખતી નથી.
ટપ્પુ : એવું કેમ?
પપ્પુ : જો,
જે ચુલબુલી પત્નીઓ છે,
એમને લખવાની ફુરસદ નથી હોતી.
અને સૌમ્ય પત્નીઓના સંસ્મરણોમાં
વાંચવા જેવું કશું હોતું નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)