હિન્દુ ધર્મમાં તમામ તહેવારોનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આ તહેવારને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે.
ધનતેરસનો તહેવાર કારતક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા કરવાનો શુભ સમય સાંજે 6.20 થી રાત્રે 8:20 સુધીનો રહેશે. આ દિવસે ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો નવી વસ્તુઓ ખરીદે છે. ધનતેરસ પર ખરીદી કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે જ કઈ વસ્તુઓની ખરીદી કરવાથી વેપારીઓને શું ફાયદો થશે.આવો જાણીએ તેના વિશે વિગતવાર.
ધનતેરસ પર આ વસ્તુઓ ખરીદવી માનવામાં આવે છે શુભ
ધનતેરસ પર વસ્તુઓ લાવવાની પરંપરા છે. આ દિવસે સોનું, ચાંદી કે પિત્તળ જેવી નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે લાવવામાં આવેલી વસ્તુઓ ઘરમાં આશીર્વાદ લાવે છે. આ દિવસે ગણેશ લક્ષ્મીની મૂર્તિ, સાવરણી અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે. એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ધનતેરસ પર ક્યારેય પણ લોખંડની કોઈ વસ્તુ ઘરમાં ન લાવવી, તે શુભ નથી.
ધનતેરસ પર વેપારીઓએ ખરીદવી જોઈએ આ વસ્તુઓ
ધનતેરસ પર કંઈપણ નવું ખરીદવાથી જ પ્રગતિ થાય છે. આવી સ્થિતિમાં ધનતેરસના દિવસે લક્ષ્મી ગણેશની મૂર્તિ સાથે ચાંદીની કોઈપણ વસ્તુ અથવા ચાંદીના સિક્કા ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે આ સિક્કાઓને મંદિરમાં રાખો અને પૂજા કરો અને પછી તિજોરીમાં રાખો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)