હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે તે ઘર હંમેશા ધન – ધાન્યથી ભરપૂર રહે છે, પરંતુ જો દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય તો વ્યક્તિ એક એક પાઈ માટે તરસી જાય એવી પરિસ્થિતિ આવી જાય છે. આવી સ્થિતિમાં જો આ દિવાળીમાં દેવી લક્ષ્મી તમારા ઘરથી ગુસ્સામાં ચાલી ગઈ હોય તો તમારી ભૂલો જવાબદાર છે, તો આજે અમે તમને આ લેખ દ્વારા આ વિશે જણાવી રહ્યા છીએ.
જેથી આવી કોઈ ભૂલોનું પુનરાવર્તન ન થાય અને લક્ષ્મીજી સદાય આપના ઘર ઉપર પ્રસન્ન રહે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં રોજેરોજ ગૃહ કલેશ ચાલતો હોય અને પરિવારના સભ્યો એકબીજા સાથે ન મળતા હોય તો એવા ઘરમાં દેવી લક્ષ્મી લાંબા સમય સુધી વાસ નથી કરતી અને ત્યાં રહેતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. જેના ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી,જેના કારણે ઘરમાં દરિદ્રતા અને નિરાશા રહે છે.
જે ઘરોમાં લોકો જૂના ફાટેલા કપડા પહેરે છે અને પોતાના શરીરને સાફ નથી રાખતાં, એવા લોકોને પણ દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી અને તેમને હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
જે લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે અને કોઈનું સન્માન નથી કરતા, લક્ષ્મીજી તેમને આશીર્વાદ આપતા નથી તેમના પર લક્ષ્મી ક્રોધિત રહે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)