દિવાળી હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. પાંચ દિવસનો દિવાળીનો તહેવાર ધનતરેસથી લઇ ભાઈ બીજ સુધી ઉજવાય છે. નવા વર્ષ પછીનો દિવસ એટલે કે નવા વિક્રમ સંવતના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે. રક્ષા બંધન ઉપરાંત ભાઈ બીજ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો કહેવાર છે. સમગ્ર ભારતભરમાં ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે.
ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે. ભાઈ બીજના તહેવારની કહાણી મૃત્યુના દેવતા યમ સાથે પણ જોડાયેલી છો. તો ચાલો ભાઈ બીજના તહેવારનું મહત્વ જાણીયેભાઈ દૂજ થાળી ટીપ્સ
ભાઈબીજનો તહેવાર કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે. આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 15 નવેમ્બર, 2023ના રોજ ઉજવાશે. ભાઈ બીજ એ ભાઈ અને બહેનનો તહેવાર છે. ભાઈબીજને ભાઈ દૂજ પણ કહેવાય છે. ભાઈ બીજના દિવસે બહેન ભાઈના કપાળ પર તિલક કરે છે અને મોં મીઠું કરાવે છે તો બદલામાં ભાઈ બહેનને ભેટ આપે છે.
ભાઈ બીજ એટલે ભાઈ-બહેનનો તહેવાર
દિવાળીના નવા વર્ષના બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવાય છે. ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે જમવા જાય છે અને બહેનને ભેટ આપે છે. તો બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-શાંતિ માટે પ્રાર્થના કરે છે. ભાઈ બીજનો તહેવાર ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે.
યમ દ્વિતીયા – યમ અને યમુનાની પૌરાણિક કથા
ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજનો તહેવાર મૃત્યુના દેવ યમ અને તેમની બહેન યમુના સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા મુજબ યમુનાને યમની બહેન માનવામાં આવે છે. કારતક સુદ બીજના દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારે યમરાજે બહેન યુમનાના ઘરે ભોજન કર્યુ હતુ અને બે વરદાન આપ્યા હતા.
(1) આ દિવસે જે ભાઈ તેની બહેનના ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે તેનું આ દિવસે અપમૃત્યુ નહીં થાય.
(2) જે ભાઈ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ. ભાઈ રોગી કે બીમારી હોય, અથવા તો બહેનના ઘરે જવાનું ન થાય તો આ દિવસે ભાઈબીજની વાર્તા સાંભળવી. આમ કરવાથી પણ ભોજન કરવા જેટલું ફળ મળે છે તેવી માન્યતા છે. આ દિવસે યુમના નદીમાં સ્નાન કરવાની પણ પરંપાર છે.
રક્ષાબંધનથી વિપરીત છે ભાઈબીજનો રિવાજ
રક્ષાબંધન અને ભાઈબીજ એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. જો કે બંને દિવસની ઉજવણી કરવાની રીતે તદ્દન અલગ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને ઘરે જાયે છે જ્યારે ભાઈબીજના દિવસે ભાઈ બહેનની ઘરે જાય છે. આ બંને તહેવારો ભાઈ બહેના સંબંધને વધુ પ્રેમાળ અને મજબૂત બનાવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)