fbpx
Saturday, December 28, 2024

આ દિશામાં મની પ્લાન્ટ રાખવાની ભૂલ ન કરો, ભારે પડશે

ઘરની અંદર કેટલાક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઇ શકે છે. એમાંથી એક મની પ્લાન્ટ હોય છે, જેને રાખવાથી સુખ સર્મુધ્ધી આવે છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવે છે સાથે જ પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે. એનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઇ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડની વધુ દેખરેખ રાખવાની જરૂરત નથી. આને તમે કોઈ પણ ફ્લાવર પોટ કે બોટલમાં રાખી શકો છો.

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કે મની પ્લાન્ટ રાખવાથી ફાયદો તમને ત્યારે જ મળશે જયારે તમે એને યોગ્ય દિશામાં રાખશો. ખોટી દિશામાં મની પ્લાન્ટ રાખવાથી મુશ્કેલીઓ વધી શકે છે. મની પ્લાન્ટ કઈ દિશામાં રાખવું શુભ છે અને કઈ દિશામાં રાખવું અશુભ.

આ દિશામાં મની પ્લાન્ટ રાખવું અશુભ

જ્યોતિષ અનુસાર મની પ્લાન્ટને હંમેશા ઘરમાં યોગ્ય દિશામાં લગાવવું જોઈએ, ત્યારે જ એનાથી લાભ મળશે. મની પ્લાન્ટને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું ન જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. આ દીશામાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક નુકસાન થઇ શકે છે અને કરિયરમાં પરેશાની થઇ શકે છે. એટલું જ નહિ, ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરના સભ્યોના સબંધમાં તકરાર આવી જાય છે. ખોટી દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ દિશાનું બૃહસ્પતિ પ્રતિનિધિત્વ કરે છે અને તેમને શુક્રના વિરોધી માનવામાં આવે છે. તેથી આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આ સિવાય ઘરની પશ્ચિમ અને પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ છોડ લગાવતી વખતે મોટાભાગના લોકો દિશા તરફ ધ્યાન આપતા નથી, જેના કારણે તેમને નફાની જગ્યાએ નુકસાન થવા લાગે છે. આવી સ્થિતિમાં સાચી દિશા ખૂબ જ જરૂરી છે.

આ દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ

મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ છોડ માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તવમાં, ભગવાન ગણેશ આ દિશામાં નિવાસ કરે છે અને તેઓ સુખાકારી અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને કુબેર અને બુધ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. તમે શુક્રવારે મની પ્લાન્ટમાં દૂધ નાખી શકો છો. માતા લક્ષ્‍મીને દૂધ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં શુક્રવારે લક્ષ્‍મી પૂજા કર્યા પછી મની પ્લાન્ટમાં દૂધ ચઢાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles