દિવાળીના દિવસે ખુબ દુર્લભ અને શુભ સંયોગ સાથે લક્ષ્મી પૂજા થઇ હતી. દિવાળીના દિવસે બનેલા આ રાજયોગ તુલસી વિવાહ સુધી રહેશે. મહાલક્ષ્મી રાજયોગ, સૌભગ્ય યોગ અને આદિત્ય મંગળ રાજયોગ આ સમય દરમિયાન કેટલીક રાશિઓના જીવનમાં ખુસી લઇને આવશે. આ વર્ષે તુલસી વિવાહ 24 નવેમ્બરે છે.
કર્ક રાશિ: આદિત્ય મંગલ રાજયોગ આ રાશિના લોકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. શત્રુઓ પર વિજય મેળવવામાં સફળતા મળશે. પારિવારિક સુખમાં વધારો શક્ય છે. તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. ઘરે મહેમાનોનું આગમન થશે. તમે શાંતિ અને સંતોષનો અનુભવ કરશો.
કન્યા રાશિ: કન્યા રાશિના લોકો માટે આ સમય લાભદાયી રહી શકે છે. તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારું જીવન પ્રકાશની જેમ ચમકશે. જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. ગ્રહોની સ્થિતિ સકારાત્મક બની છે.
વૃશ્ચિક રાશિ: આ સમયગાળા દરમિયાન તમને વ્યાવસાયિક જીવનમાં વિશેષ લાભ મળી શકે છે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થતો જોવા મળશે. પ્રોપર્ટીની ખરીદીને લગતા કામમાં ગતિ આવશે. પરસ્પર સુમેળના કારણે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે.
મકર રાશિ: રાજયોગ મકર રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. પડોશીઓ સાથે સંબંધો સુધરશે. તમને કોઈ ખાસ વસ્તુ ભેટ તરીકે મળી શકે છે. ગ્રહોનો સંયોગ તમારા માટે નવા કિરણો લાવશે. સમાન વિચારવાળા લોકો સાથે મુલાકાત થશે.
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)