ઘણા લોકોને બેઠા બેઠા અથવા સૂતા સૂતા પગ હલાવતા રહેવાની આદત હોય છે, આ આદતને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ તે શરીરમાં વિટામિનની ઊણપનો સંકેત આપે છે. જેના કારણે દર્દીને સીધા ઊભા રહેવામાં મુશ્કેલી પડી શકે છે. વિટામિન B12ની ઊણપને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડી જાય છે.
દર્દીના હાથ અને પગ તેની મરજી વગર જ હલવા લાગે છે. કામ કરતા સમયે હાથ ધ્રુજવા લાગે છે, જેને એસેંશિયલ ટ્રેમર કહેવામાં આવે છે. આ ઊણપ દૂર કરવા માટે વિટામિન B12 યુક્ત ફૂડનું સેવન કરવું જોઈએ.
વિટામિન B12ની ઊણપ
નર્વસ સિસ્ટમ મોટું ગૃપ છે, જેમાં મગજ, કરોડરજ્જૂ અને ચેતાના નેટવર્કનો સમાવેશ થાય છે. જ્યારે વિટામીન Bની ઊણપને કારણે આ તમામ અંગો નબળા પડી જાય છે અને મગજના સંકેતો મેળવવામાં મુશ્કેલી થાય છે. વિટામીન B12ની ઊણપને કારણે નર્વસ સિસ્ટમમાં ફેરફાર થાય છે. જેના કારણે હાથ પગ હલવા, ખૂંચવું, સુન્ન થઈ જવું, સ્મરણશક્તિ ખરાબ થવી અને દ્રષ્ટી નબળી પડે છે.
આ સંકેત ઓળખો
- મસલ્સ નબળા પડી જવા
- બેચેની લાગવી
- ભૂખ ના લાગવી
- વડન ઓછું થવું
- ચિડીયાપણું લાગવું
- ડાયેરિયા
- હાર્ટબીટ ફાસ્ટ થવી
આ ફૂડનું સેવન કરવાથી વિટામિન B12ની ઊણપ દૂર થાય છે
ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં વિટામીન બી2, વિટામીન બી12 રહેલું છે. 2 ઈંડાનું સેવન કરવાથી આખા દિવસની 46 ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે. ઈંડાના યોલ્કમાં સફેદ ભાગ કરતા વધુ પોષણ હોય છે, આ કારણોસર તેને હટાવવું ના જોઈએ.
દૂધ- ડેરી પ્રોડક્ટનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી અને વિટામીન બી12ની આપૂર્તિ થાય છે. 240 ml ફુલ ફેટ દૂધનું સેવન કરવાથી 46 ટકા વિટામીન પ્રાપ્ત થાય છે અને હાડકાં મજબૂત બને છે.
સેલ્મન માછલી- માછલીમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. 178 ગ્રામ સેલ્મન માછલીનું સેવન કરવાથી શરીરમાં વિટામીન બી12ની આપૂર્તિ થાય છે. બ્રેઈન તેજ બને છે, હેલ્ધી ફેટનું સેવન કરવાથી વાળ, સ્કિન અને આંખ પણ હેલ્ધી બને છે.
(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)